Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું ૧૮૧ ટીમે પતિ સાથે મિલન કરાવ્યું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રહેતી મહિલા પોતાના ઘરેથી નીકળી ગઈ હતી અને અભયમ ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી મહિલાને સમજાવી તેના ઘરે પરત મોકલી હતી અને પતિ સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

મોરબી ૧૮૧ ટીમને કોલ મળ્યો હતો કે એક મહિલાને મદદની જરૂર છે જેથી કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ દક્ષાબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચે સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ના હોય  ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્ન કરેલ ત્યારબાદ મહિલાએ જણાવેલ કે તેઓ ઝારખંડ ના હોય અહીંયા તેઓ કંપનીમાં કામ કરવા માટે તેમના પતિ તેમજ ભાઈ ભેગા આવેલ હોય પરંતુ તેમના પતિ જોડે ઝઘડો થતા તેઓ તેમના પતિને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.

જેથી મહિલાને સલાહ સુચન માર્ગદર્શન આપેલ સમજાવેલ કે હવે પછી તેમના પતિ તેમજ ભાઈ ને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તે ક્યાં રહે છે તેનું સરનામું જણાવ્યા પ્રમાણે  તેમના પતિનો સંપર્ક કરીને સોંપેલ ત્યારબાદ તેમના પતિ નું કાઉન્સલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળે નહીં અને તેઓ પણ ચિંતિત હતા મહિલાના પતિએ ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો હતો.

   
(1:07 am IST)