Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પોરબંદર જિલ્લાની છાંયા અને કુતિયાણા પાલિકામાં ભાજપ તથા રાણાવાવમાં એનસીપીની જીત

કુતિયાણા પાલિકામાં સત્તા જાળવી રાખવામાં ભાજપની હેટ્રીક

પોરબંદર તા. ૧૯ :.. છાંયા નગરપાલિકા અને કુતીયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. છાંયા નગરપાલિકામાં ભાજપનો ૧૬ બેઠક સાથે વિજય થયો છે. રાણાવાવમાં કુલ ૨૮ બેઠકોમાં ૧૬ બેઠકો એનસીપી અને ૧૨ બેઠકો ભાજપને મળી હતી. એનસીપીની જ્વલંત જીત થઈ છે.કુતીયાણામાં ભાજપની ર૪ બેઠકોની મત ગણતરી પુર્ણ થતાં ભાજપને ૧૯ બેઠક અને એનસીપીને પ બેઠક મળી છે. કુતીયાણા નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખવાની હેટ્રીક સર્જી છે.

(4:29 pm IST)