Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

'હાફ મેરેથોન' અંતર્ગત

જામનગરમાં સ્વચ્છતા, રમતગમતના કાર્યક્રમોને વિવિધ કંપની દ્વારા પ્રોત્સાહન

ટાઈટલ સ્પોન્સર તરીકે રણજીત ફ્રેઈટ કોર્પોરેશન મેઈન સ્પોન્સર તરીકે રિલાયન્સ ઈન્ડ. લી. આગળ આવી

રાજકોટ, તા. ૧૯ :. અહીંયા સદભાવના ગ્રુપ અને ફીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા (પેફી) દ્વારા ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજ્ય)ના નેજા હેઠળ તા. ૨૫મીએ સવારે ૬.૦૦ કલાકે 'કિલન એન્ડ ગ્રીન જામનગર'ની થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 'જામનગર હાફ મેરેથોન' યોજાનાર છે, ત્યારે રણજીત ફ્રેઈટ કોર્પોરેશન (આરએફસી) (ટાઈટલ સ્પોન્સર) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લીમીટેડ (આરઆઈએલ) (મેઈન સ્પોન્સર) દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગરૂકતા આવે જામનગર સ્વચ્છ, સુઘડ અને હરિયાળુ બને તેવા આયોજનોને પ્રોત્સાહન આપવા આગળ આવી સહભાગી બની છે. ખાસ કરીને બાળકો કે જેઓ ટીવી-લેપટોપ અને મોબાઈલમાં રસ લેતા હોય છે. તેમનામા ખેલકુદ અને આઉટડોર ગેમ્સ પ્રત્યે વધુ રૂચી આવે અને રમતગમતમાં વધુ રસ દાખવે તેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા કંપનીઓ આગળ આવી છે.

અત્રે નોંધનીય છે કે, મેગા ઈવેન્ટ અંતર્ગત છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી શહેરમાં ચાલી રહેલા પર્યાવરણલક્ષી કાર્યક્રમો, જામનગરને સ્વચ્છ બનાવવાનો હેતુસર હાથ ધરાયેલ 'સ્વચ્છતા અભિયાન' તેમજ રમતગમતના કાર્યક્રમોને વધુ પ્રોત્સાહન મળે તે માટે કો-સ્પોન્સર તરીકે એસ્સાર, ડ્રીમ ડેકોર ફર્નિચર અને યશ મોબાઈલ પણ જોડાયું છે.(૨-૧૪)

(1:03 pm IST)