Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પૂ. લાલબાપુ : ગાયત્રી મંત્રની ગહન સાધના

આશ્રમમાં જ સાધના માટે ગુફા નિર્માણ થઈ છે : દિવસનો મોટો ભાગ પૂ. બાપુ મંત્રમાં લીન રહે છે : આયુર્વેદના જાણકાર, અસંખ્‍ય દર્દીના રોગ દૂર કર્યા

રાજકોટ, તા. ૧૯ : ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ. લાલબાપુ વર્ષોથી એક મંત્રમાં લીન બન્‍યા છે. તેઓશ્રીએ ગાયત્રી મંત્રોના કરોડો જાપ અસંખ્‍ય અનુષ્‍ઠાનો કર્યા છે. મહોત્‍સવમાં આ મંત્રોનો દિવ્‍ય પ્રભાવ પથરાશે. ૨૧ મહિનાના દીર્ઘ અનુષ્‍ઠાનમાંથી તેઓ બહાર પધારવાના છે.

પૂ.બાપુ આધ્‍યાત્‍મિક જગતના યાત્રી છે. આશ્રમના નિર્માણકાર્ય પૂર્વેથી તેઓ ગાયત્રી મંત્રની સાધના કરે છે. બાળપણથી જ તેઓ ધાર્મિકવૃતિ ધરાવતા હતા. બાદમાં અધ્‍યાત્‍મનો રંગ દિલો - દિમાગમાં છવાઈ ગયો.

ગાયત્રી મંત્રને મંત્રોનો મુકુટમણી ગણવામાં આવે છે. આ મંત્રના ૨૪ અક્ષરોમાં ૨૪ શકિત રહેલી છે. ગાયત્રી મંત્રમાં સૂર્ય નારાયણની ઉર્જા વહે છે. આ એકમાત્ર એવા દેવ છે. જેના પ્રત્‍યક્ષ દર્શન નિયમીત થાય છે. ગાયત્રી મંત્રમાં દરેકના કલ્‍યાણનો ભાવ રહેલો છે.

પૂ. લાલબાપુના ગુરૂ ઢાંકના શ્રી મગનલાલ જટાશંકર શાષાીજી છે. રાજુ ભગત પૂ. બાપુ સાથે રહે છે અને સાધનામય જીવનનો રોમાંચ માણે છે. ઉપરાંત ભોલુ ભગત પણ પૂ.બાપુની સેવામાં અને સાધનામાં વ્‍યસ્‍ત રહે છે.

પૂ. લાલબાપુ આયુર્વેદ - ઔષધિઓના જાણકાર છે. અસંખ્‍ય લોકોના દુઃખ દર્દ દૂર કર્યા છે. ગધેથડ આશ્રમના સેવકો પાસે અપાર પરચાના લીસ્‍ટ છે.

અહીં નિર્માણ થયેલા મંદિરની ઉર્જા અનન્‍ય છે. ગાયત્રી મંદિરનું નિર્માણ શિલ્‍પ વાસ્‍તુ અને ગ્રહશાષા અનુસાર કરવામાં આવ્‍યુ છે. મંદિરમાં ધ્રાંગધ્રાના પથ્‍થરમાંથી સ્‍તંભ, મંડોવર, ચોકી, કમાનો તથા ઘુંમટોમાં આબુ તથા દેલવાડાની ડિઝાઈન બનાવાઈ છે. સમગ્ર મંદિર નિર્માણમાં કોઈ સ્‍થાને લોખંડ વાપરવામાં આવ્‍યુ નથી.

સૌરાષ્‍ટ્રની ધાર્મિક - આધ્‍યાત્‍મિક પરંપરામાં ગાયત્રી આરમ અને પૂ. લાલબાપુ સુવર્ણ પૃષ્‍ઠ સમાન છે. ખૂબ જ સાદગીભર્યુ જીવન, ગહન સાધના અને જીવમાત્રના કલ્‍યાણનો ભાવ પ્રેરક છે. સાધનાનો પ્રભાવ સતત વધી રહ્યો છે. દેશ-વિદેશથી ભાવિકો અહીં પધારે છે. આશ્રમમાં નાત - જાત - ધર્મ કે ઉંચ-નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી. કોઈ વીઆઈપી નથી.

પૂ. લાલબાપુએ જગાવેલી દિવ્‍ય જયોતથી ભાવિકોના જીવન પ્રકાશિત થઈ રહ્યા છે.

(12:24 pm IST)