Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ગોંડલ પાંજરાપોળ પાસે લીમડાના તોતિંગ ઝાડની ડાળીએ ચાઈનીઝ દોરામાં ઘુવડ ફસાયુ

ગોંડલ : મકરસંક્રાંતિ પર્વ એક માસ વિતી ગયો હોવા છતાં પણ કેટલાક ઝાડ ઉપર ચાઈનીઝ દોરાઓ અટકયા હોય તેનો ભોગ હજુ પણ પક્ષીઓ બની રહ્યા છે. આવી જ એક ઘટના ગોંડલના પાંજરાપોળ પાસે આવેલ મસ્જિદના તોતિંગ લીમડા ની ડાળ ઉપર બનવા પામી હતી. ચાઇનીઝ દોરા મા ફસાયેલ એક ઘુવડ નજરે ચડતાં આસપાસમાં રહેતા લોકો દ્વારા પક્ષીપ્રેમી યુવા ગ્રુપ ને જાણ કરાતા આ ગ્રૂપના સદસ્યોએ ધર્મેશ સોની, અંકિત કોઠારી, હર્ષિલ રાવલ, હિતેશ તન્ના અને પાલિકાના સદસ્ય અશોકભાઈ પીપળીયા સહિતનાઓ દોડી ગયા હતા અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહેલ ઘુવડને ભારે જહેમત બાદ નીચે ઉતારી ચાઇનીઝ દોરામાંથી મુકત કરી સારવાર અપાવી હતી.(૩૭.૭)

(12:08 pm IST)