Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

રાણાવાવ પાસે ટ્રકની હડફેટે ૩ ભેંસના મોત

પીધેલ હાલતમાં પૂરપાટ ટ્રક ચલાવતા ડ્રાઇવર સામે પોલીસ ફરીયાદ

પોરબંદર, તા. ૧૯ : રાણાવાવ પાસે ભોદ ગામના પાટીયાથી ગામ તરફ જતા રસ્તામાં પૂરપાટ આવતા જીજે-રપ-ટી-૮૭૩૩ નંબરના ટ્રકની હડફેટે ૩ ભેંસના મોત નિપજયા હતાં.

 

ભોદ ગામના કાળાભાઇ અરજણભાઇએ આ બનાવની રાણાવાવ પોલીસ સ્ટશેનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે આરોપી અશ્વિન ડાયાએ પોતાનો ટ્રક પીધેલ હાલતમાં પૂરપાવટ ચલાવીને ભેંસોને હડફેટે લેતા ૩ ભેંસના મોત નિપજયા હતાં. પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. (૮.૧૦)

(12:05 pm IST)