Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલને ધોકાનો ઘા મારીને ફરજમાં રૂકાવટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧૧–ર૦ર૦ના સાધના કોલોની પહેલા ગેઈટ પાસે, જામનગરમાં આરોપીઓ સાગરસિંહ જીતુભા કેર, મહેન્દ્રસિંહ ઉર્ફે બાબો ગુમાનસિંહ જાડેજા, રે.ચેલા ગામવાળા ફરારી હોય જેઓને ગુનાના કામે અટક કરવાની હોય અને ફરીયાદી કોન્સ. ગૌતમભાઈને હકીકત મળતા બંન્ને આરોપીઓ સાધના કોલોની ગેઈટ પાસે મળી આવતા બંન્ને આરોપીઓને પોલીસ સ્ટેશન આવવાનું કહેતા બંન્ને આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી કોન્સ. ગૌતમભાઈ સાથે ઝઘડો કરી આરોપી સાગરસિંહ એ ફરીયાદી ગૌતમભાઈને લાકડાના ધોકા થી કમરના ભાગે ધોકા નો ઘા મારતા ફરીયાદી ગૌતમભાઈ નીચે પડી જતા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે બાબો ગુમાનસિંહ જાડેજાએ લોખંડના કોઈ ધારદાર હથીયારથી ફરીયાદી ગૌતમભાઈના કપાળના ઉપરના ભાગે માથામા ઘા કરી ગંભીર ઈજા કરી ફરીયાદી ગૌતમભાઈની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી મોટરસાયકલમાં બેસી નાશી જઈ ગુનામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષિરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૧૧–ર૦ર૦ના ખોડીયાર કોલોની, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક પાસે જાહેરમાં આરોપી ચન્દ્રુભુષ્ન રામચન્દ્ર સીંઘ એ પોતાના કબ્જા ભોગવટાની એકટીવા મોટર સાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–સી.પી.–૮૩૦ર ની કિંમત રૂ.રપ,૦૦૦/– માં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ના મુદામાલ સાથે કુલ રૂ.રપ,પ૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મંદિરમાં હાથફેર કરતો તસ્કર

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ કિર્તીસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૦૭–૧૧–ર૦ર૦ના સાંજના છ એક વાગ્યાની વચ્ચે નેવી મોડા ગામ ખાતે તળાવ વાળી સીમમ વિસ્તારમાં આવેલ મોડપીર ડાડાના મંદિરની દાન પેટી સહિત જેમાં આશરે રૂ.ર૦૦૦/– હોય જે આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મારી નાખવાની ધમકી

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અશોકસિંહ હેમતસિંહ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના શાંતિનગર રોડ નં.૭, સર્વેશ્વર મહાદેવ મંદિર પાસે, ફરીયાદી અશોકસિંહના ઘર પાસે, જામનગરમાં આરોપીઓ નવીન નંદા, રામદેવસિંહ સોઢા એ ફરીયાદી અશોકસિંહના ઘર પાસે જઈ તેના ઘરના દરવાજા તથા રસ્તા પર કાંચની બોટલોના ઘા કરી ફરીયાદી અશોકસિંહને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બેભાન થઈ જતા વૃઘ્ધનું મોત

ખોજા બેરાજા ગામે માધવ રેસીડેન્સી શેરીમાં રહેતા વશરામભાઈ પેથાભાઈ પીંગળસુર, ઉ.વ.ર૪ એ પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર પેથાભાઈ દેવાભાઈ પીંગળસુર, ઉ.વ.પ૮, રે. ગ્રીનસીટીમાં માધવ, રેસીડેન્સી, મુળ ગામ ખોજાબેરાજાવાળા પોતાના ઘરે બેભાન હાલતમાં હોય અને સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

પરણિતાએ ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્યું

અહીં ધરારનગર–૧ માં રહેતા રાજેશભાઈ જીવાભાઈ વાઘેલા, ઉ.વ.૩ર એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૮–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર પુજાબેન રાજેશભાઈ વાઘેલા, ઉ.વ.ર૮, રે. વૈશાલીનગર, ધરારનગર–૧, બેડેશ્વર, જામનગરવાળાને પતિ રાજેશભાઈ સાથે છોકરા સાચવવા બાબતે બોલાચાલી થતા આ બાબતનું લાગી આવતા મરણ જનાર પુજાબેને પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

ડુબી જતા મહિલાનું મોત

જામનગર : અહીં જયંત સોસાયટી, પ્રતિક એપાર્ટમેન્ટ ફલેટ નં.૧પમાં રહેતા મુકેશભાઈ જશાભાઈ કરમટા, ઉ.વ.ર૭, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૮–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર અજાણી સ્ત્ર્રી ઉ.વ.આ.૩પ, જામનગર એસ.ટી.ડેપો સામે આવેલ તળાવમાં કોઈપણ કારણસર ડુબી જતા મરણ થયેલ છે.

વૃઘ્ધનું મોત

અહીં રાંદલમાતાના મંદિર સામે, જામનગરમાં રહેતા નવીનભાઈ ગણેશભાઈ કણઝારીયા, ઉ.વ.પ૪, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર મનજીભાઈ ઉર્ફે મનહરભાઈ ભવાનભાઈ કણઝારીયા, ઉ.વ.૮૦, રે. નારાયણનગર, બ્લોક નં.૧૦૦, જામનગરવાળા પોતાના ઘરે કોઈપણ કારણસર મરણ થયેલ છે.

સાસરીયા સામે ફરીયાદ

મહિલા પોલીસ સ્ટેશનમાં ગીતાબેન જિજ્ઞેશભાઈ કીરીટભાઈ ખેતાણી એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી અઢાર વર્ષ પહેલાથી તા.૧ર–૧૧–ર૦ર૦ સુધી આ કામના આરોપીઓ પતિ –જિજ્ઞેશ કિરીટભાઈ ખેતાણી, સસરા– કિરીટભાઈ કાનજીભાઈ ખેતાણી, સાસુ–સરોજબેન કિરીટભાઈ ખેતાણી, દિયર– દિપક કિરીટભાઈ ખેતાણી, દેરાણી– દર્શનાબેન દિપકભાઈ ખેતાણી, દિયર – જગદીશભાઈ કિરીટભાઈ ખેતાણી, દેરાણી – ઈશીતા જગદીશભાઈ ખેતાણી, રે. જામનગરવાળાએ ફરીયાદી ગીતાબેનને લગ્ન જીવન દરમ્યાન શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી તેમજ નાની નાની વાતમાં ફરીયાદી જિજ્ઞેશભાઈનો વાંક કાઢી ઝઘડાઓ કરી ઘરકામ કાજ બાબતે તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારી તેમજ ફરીયાદી ગીતાબેન પાસે કરીયાવરની માંગણી કરી શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

કરીયાવર બાબતે પરણિતાને ત્રાસ

જામનગર : મહિલા પોલીસ સ્ટેશનમાં કાજલબેન અર્જુનભાઈ રામશીભાઈ નંદાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૦ર–૦ર–ર૦૧૮ ના અઢી માસ પછી અવાર –નવાર આરોપીઓ પતિ– અર્જુનભાઈ રામશીભાઈ નંદાણીયા, સાસુ– સવીતાબેન રામશીભાઈ નંદાણીયા, સસરા– રામશીભાઈ રામદેવભાઈ નંદાણીયા, દિયર– હિતેશભાઈ રામશીભાઈ નંદાણીયા, રે. આરેણા ગામ, તા.માંગરોળ, જિ. જૂનાગઢવાળાઓએ ફરીયાદી કાજલબેનને લગ્ન જીવન દરમ્યાન શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી તેમજ નાની નાની વાતમાં મારકુટ કરી તેમજ ભુંડા બોલી ગાળો કાઢી તેમજ ખોટી રીતે ફરીયાદી કાજલબેન સાથે ઝઘડો કરી તેમજ ઘરકામ કાજ બાબતે તેમજ કરીયાવર બાબતે મેણાટોણા મારી તેમજ ફરીયાદી કાજલબેન પાસે કરીયાવરની માંગણી કરી શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા ૬ ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૧૧–ર૦ર૦ના અંધાશ્રમ આવાસ કોલોની રાજભાવાળા ચોકમાં આરોપીઓ સુરેન્દ્ર સિયારામ નીશાદ, ગોવિંદ નનકુ નીશાદ, સરવેશ શીયારામ નીશાદ, સુભમસિંઘ શ્રીરઘુનાથ નીશાદ, શીવશંકર રામપ્રસાદ નીશાદ, અનીલસીંગ શંકરસીંગ ઠાકુર, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે પૈસાની લેતીદેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા રેઈડ દરમ્યાન કુલ રૂ.૧ર,૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:00 pm IST)