Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જૂનાગઢમાં ૧૦ મહિલા જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ

રૂા. ૧૦૮૧૦ની રોકડ કબ્‍જે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯: જૂનાગઢમાં પોલીસે ૧૦ મહિલાને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઇ રૂા. ૧૦,૮૧૦ની રોકડ કબ્‍જે કરી હતી.

જૂનાગઢમાં ચોબારી રોડ વિસ્‍તારમાં આવેલ યોગેશ્વરનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડીવીઝનનાં પી.આઇ. નિરવ શાહના માર્ગદર્શન તેમના સ્‍ટાફે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે રંજનબેન ધમુભાઇ ડોબરીયા, જયોત્‍સનાબેન રવિભાઇ કનારા, શાંતીબેન મેરૂભાઇ ભુલીયા, હેમીબેન વલ્લભભાઇ પરમાર, અસ્‍મિતાબેન સંજયભાઇ પરમાર, જયોત્‍સનાબેન મુકેશભાઇ ગોરીયા, સ્‍મિતાબેન કિશોરભાઇ પંડયા, સોનલબેન દિનેશભાઇ જલુ, દિવ્‍યાબેન લલીતભાઇ બકોત્રા અને શાંતીબેન નિલેશભાઇ બકોત્રા સહિત ૧૦ મહિલાની જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

પોલીસે મહિલાઓ પાસેથી રૂા. ૧૦,૮૧૦ની રોકડ કબ્‍જે કરી તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:36 pm IST)