Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

જામનગર જિલ્લા પંચાયતના આંકડા વિભાગના કર્મચારીઓ પણ માસ CLમાં જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭ : ગુજરાત રાજય પંચાયત સેવા કર્મચારી મહામંડળ અને ગુજરાત પંચાયત બિ.રા.પત્રિત હિસાબી સંવર્ગ કર્મચારી મહાસંઘ દ્વારા તારીખ ૧૬/૦૯/૨૦૨૨ ના રાત્રે ૧૧-૩૦ કલાકે જાહેર કરેલ આદેશ મુજબસરકારશ્રી સાથે થયેલ સમાધાનમાં પૂરતી માંગણીઓ સંતોષાઇ ના હોવાથી, તા.૧૭/૦૯/૨૦૨૨ શનીવારના રોજનો માસ સીએલનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવેલ છે
જે ધ્‍યાને લઈને તમામ રાજયની તમામ જિલ્લા પંચાયતોના વહીવટી અને હિસાબી સંવર્ગના આશરે ૫૦૦૦ જેટલા અને કર્મચારીઓ આજે માસ સી.એલ. ઉપર ગયેલા છે.સાથોસાથ માસ સી.એલ. ઉપરના આ કર્મચારીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ રાખેલ છે.
મૌન સભા તા.૧૭/૦૯/૨૦૨૨ના સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી જિલ્લા પંચાયત કર્મચારી સંઘની ઓફીસ, ગ્રાઉન્‍ડ ફલોર, જિ.પં.જામનગર ખાતે યોજાઈ હતી.તેમ પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી જિલ્લા પંચાયત જામનગર વહીવટી કર્મચારી મંડળ અને જિલ્લા પંચાયત જામનગર હિસાબી કર્મચારી મંડળ દ્વારા જણાવ્‍યું છે. જિલ્લા પંચાયત જામનગરના આંકડા વિભાગના કર્મચારીઓ પણ માસ સીએલમાં જોડાયા હતા.

 

(10:59 am IST)