Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

આટકોટ એસ ટી બસ સ્‍ટેન્‍ડમાં મસમોટા ખાડાઓ-કચરાના ગંજ ખડકાયા છતાંય એસટી તંત્ર દ્વારા કોઇ પગલાં ના ભરાતા રોષ

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા. ૧૯ : આટકોટ એસ ટી બસ સ્‍ટેન્‍ડમાં રોજ પાંચસો જેટલી બસોની આવન જાવન થાય છે હજારો મુસાફરો આવતા હોય છે છતાંય તંત્ર દ્વારા કોઈ સારી સુવિધા ઉપલબ્‍ધ નથી અહીંનાં બસ સ્‍ટેશનમાં કચરાના નિકાલ કરવામાં આવતો નથી. તેમજ મસ મોટા ખાડાઓ પડી ગયા છે બસનું અડધું વ્‍હીલ ચાલ્‍યું જાય તેટલાં મોટા ખાડાઓ પડ્‍યાં છે તેને પણ બુરવામા આવતા નથી વરસાદી પાણી ભરાયાં હોય તો મુસાફરો અંદર ખાબકે છે. છતાંય એસટી તંત્ર ની ધોર બેદરકારી સામે આવી છે જસદણ ડેપો મેનેજર ધ્‍યાન આપે તેવી માંગણી કરવામાં આવી છે કચરા ઉકરડા મુસાફરો ને બેસવાની જગ્‍યાએ ઘાસ મસ મોટા ઉગી નિકળ્‍યું છે.

સફાઈ બરોબર કરવામાં આવે અને કચરા ઉકરડા ભરી લેવામાં આવે પડેલા ખાડાઓ પણ બુરવા જોઈએ જેથી એસ ટીને નુકસાની પડે છે તેમજ મુસાફરો પણ રોદા ખાઈ રહ્યા છે.છતાંય ડેપો મેનેજર કેમ ધ્‍યાન અપાતા નથી હજારો મુસાફરો આવતા હોય છતાંય કોઇ પગલાં ભરતાં નથી લોકો માં સવાલ ઉઠાવ્‍યો છે.

જસદણ ડેપો મેનેજરે સંપર્ક કર્યો હતો પણ ફોન ઉપાડ્‍યો ન હતો. આટકોટ સેન્‍ટરનું ગામ હોવાં છતાં એસ ટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી આવાં મસ મોટા ખાડાઓ બુરવામા આવે તેમજ પડેલા કચરા ગંજ ખડકાયા તેને ઉપાડી લેવામાં આવે તેવી માંગ થઇ છે. 

(10:50 am IST)