Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ધોરાજી પોલીસે મોટરસાઈકલ ચોરી ગૂનાના આરોપીને ઝડપી લીધો

મોટર સાયકલ જૂનાગઢથી ચોરાયું હતું : તોરણીયા પાટિયા પાસેથી આરોપી જુમા આરબ ઝડપાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:-ધોરાજી પોલીસે મોટરસાઈકલ ચોરી ગૂનાના આરોપીને ઝડપી લીધો છે

ધોરાજી પીઆઇ એ.બી ગોહીલ સહિતના પોલીસ સ્ટાફજુનાગઢ તોરણીયા પાટીયા પાસે વાહન ચેકિંગ કરતા ત્યારે મોટરસાઈકલ લઈને આરોપી શખ્સ જૂમા આરબ (રહે ઉપલેટા વાળો )નિકળતાં પોલીસે તેને રોકી મોટરસાયકલના કાગળો માંગતા નહિ હોવાનું જણાવેલ અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી સદરૂ મોટરસાયકલના રજીસ્ટર નંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા મોટરસાયકલ જુનાગઢથી ચોરાયેલ હોવાનું જાણવા મળતા મોટરસાયકલ કબજે કરેલ તેમજ આરોપીની પૂછપરછ કરતા અન્ય મોટરસાયકલ ઉપલેટાથી , બીજુ મોટરસાયકલ ધોરાજી વિસ્તારમાંથી ચોરેલ હોવાનૂ પોલીસ ની તપાસ મા ખૂલતાં પોલીસે આરોપી ને મોટરસાઈકલ સાથે ઝડપી પાડી ને આગળની કાયવાહી હાથ ધરાઈ હતી

ધોરાજી પોલીસે આરોપીના અન્ય મોટરસાઈકલ ચોરી ગૂનાનો ભેદ ઉકેલી ને વધૂ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ હાથ ધરી છે.

 

(9:44 am IST)