Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જામનગર જિલ્લાના લતીપુર- નાગપુરની સીમમાં ૧૧ વર્ષની બાળા ઉપર સામૂહિક દુષ્કર્મ પ્રકરણમાં સાત વર્ષથી નાસતો ફરતો મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો

જામનગર::::જામનગર જિલ્લાના લતીપુર- નાગપુરની સીમમાં ૧૧ વર્ષની બાળા ઉપર સામૂહિક દુષ્કર્મ પ્રકરણમાં સાત વર્ષથી નાસતો ફરતો મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો છે.

           પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર - નાગપુરની સીમમાં ૧૧ વર્ષની બાળાનુ વાડીની ઓરડીમાંથી અપહરણ કરીને પાંચ શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ પ્રકરણમાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બયડી ફલીયા ભુરીયા કુવા ગામનો મુકેશ ઉર્ફે મુકામ ખેમુ બુડવડીયાની દુર્ગમ જંગલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

          આ કામગીરી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી , એલસીબી પી.આઈ.એમ.જે.જલુ , પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઇ એ.એસ. ગરચર તથા સ્ટાફ ની ટીમે કરી હતી

(4:02 pm IST)