Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

તાંત્રિક વિધિ માટે ગુરૂ-ચેલો સહિતના શખ્સોએ જમીન વેચાવી તેના નાણા સહિત રૂ.૭૭.૭૦ લાખ પચાવી પાડયા

જુનાગઢના ભીયાળ ગામના યુવાનને દિકરાના જન્મ માટે સર્વસ્વ ગુમાવ્યુ

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૯ : જુનાગઢના ભીયાળ ગામના યુવાનને તાંત્રિક વિધિ માટે ગુરૂ ચેલો સહિતના શખ્સોએ જમીન વેચવાની બાદમાં તેના આવેલા નાણા અને દાગીના  સહિત રૂ.૭૭.૭૦ લાખની માલમતા પચાવી પાડતા હલચલ સાથે ખળભળાટ મચી ગયો છે.

દિકરાનો જન્મ થાય તે માટે તાંત્રિક વિધિ કરાવતા સર્વસ્વ ગુમાવનાર યુવાનની ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢ તાલુકાના ભીયાળ ગામે રહેતા નયન પ્રવિણભાઇ સોજીત્રા (ઉ.વ.ર૬) નામના યુવાનનાં ઘરે ગત તા.૧૧ જાન્યુઆરી રોજ એક સાધુ આવેલ ત્યારે ખેડુત યુવાન નયનભાઇને સાધુને પોતાને સંતાનમાં દિકરો ન હોવાનું જણાવતા આ સાધુ (ગુરૂજી)એ તેમને દિકરાનો જન્મ થશેે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

બાદમાં ગુરૂ અને ચેલાએ તેમના મો.૮૧ર૮૮ ૬૩૩૮૧, તેમજ ૯૮૯૮૧ ૩પ૩૧૭ ઉપરથી નયનને ફોન કરાવી તાંત્રિક વિધી કરવી પડશે તેમ જણાવેલ.

દરમિયાન ગુરૂ-ચેલાએ નયનની ખેતીની જમીનમાં મેલુ હોવાનું જણાવી આ મેલુ કાઢવામાં આવશે તો જ દિકરાનો જન્મ થશે તેમ કહી જમીનમાંથી મેલુ કાઢવા માટે યુવાનની જમીન જ વેચાવી નાખી હતી.

આ પછી નયન સોજીત્રાને નાગેશ્વર સાણંદ, સાયલા, ધ્રાંગધ્રા, વગેરેએ જગ્યાએ બોલાવી જગયાં વિધિના બહાને ખેતીના વેચાણના આવેલા નાણા અને સોનાના દાગીના મળી કુલ રૂ.૭૭.૭૦ લાખની માલમતા અવાવરૂ જગ્યાએ રખાવીને પચાવી પાડી હતી.

તેમજ મોબઇાલ ફોનમાં થયેલ વાતચીતનો રેકોર્ડીગનો નાશ કરાવી નાખ્યો હતો.

ભીયાળના નયન સોજીત્રા આ અંગે ફરિયાદ કરતા તાલુકા પોલીસે ગુરૂ-ચેલો અને તેના મળતીયા શખ્સો સામે વિશ્વાસઘાત છેતરપીંડીનો ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. 

(1:00 pm IST)