Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જુનાગઢ સિવીલમાં રાત્રે ઓકિસજન સહિતની વ્યવસ્થાની ચકાસણી કરતા જિલ્લા કલેકટર

ડો.સૌરભ પારધીએ ઓકિસજનના પ્રેસરની પણ ચકાસણી કરી

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૯ : જુનાગઢ સિવીલ હોસ્પિટલને લોકભોગ્ય બનાવવા માટે કલેકટર ડો. સૌરભ પારધીએ કમર કસી છે. જેના ભાગુરૂપે તેઓએ રાત્રે અચાનક હોસ્પિટલ ખાતે  પહોંચીની ઓકસીજનની સહિતની વ્યવસ્થાની ચકાસણી કરી હતી.

જુનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ સતત વધી રહયા છે. ત્યારે જુનાગઢ સિવીલ હોસ્પિટલના કોવીડ સહિતના દર્દીઓને સઘન સારવાર મળી રહે અને જરૂરી તમામ આરંભ સુવિધા જળવાય રહે તે માટે કલેકટર ડો. સૌરભ પારધી અને ડીડીઓ પ્રવિણ ચૌધરીએ સિવીલ હોસ્પિટલમાં ઉપસ્થિત રહીને મોનીટરીંગ શરૂ કર્યુ છે.

દરમિયાન ગઇકાલે એ દિવસ ઉપરાંત ગત રાત્રીના કલેટકર ડો. સૌરભ પારધી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ દર્દીઓ માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતુ.

તેમજ તેઓએ ઓકિસજન પુરતા પ્રમાણ છે કે નહી તે માહિતી મેળવવાની સાથે ઓકિસજનના પ્રેસરની પણ ચકાસણી કરી હતી અને તબીબી સ્ટાફને જરૂરી સુચના પણ આપી હતી.

કલેકટર ડો. સૌરભ પારધીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સિવીલ હોસ્પિટલ ખાતે કોવીડ દર્દીઓ તેમના પરિવારજનો સામે વાતચીત કરી શકે તે માટે વિડીયો કોલીંગની સુવિધા પણ ગઇકાલથી શરૂ કરી દેવામાં આવી છે.

(12:58 pm IST)