Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

દેવભુમી દ્વારકા જીલ્લામાં વધુ ૧૧ પોઝીટીવ કેસઃ કોરોના આંકડા છૂપાવાતા હોવાની ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૯ : દેવભુમી દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના પોઝીટીવ કેસ અવિરત  રહયા છે. ગઇકાલે અગિયાર કેસ પોઝીટીવ જિલ્લામાં નોંધાયા છે. જેમાં ભાણવડમાં એક દ્વારકામાં ચાર તથા ખંભાળિયામાં છ થયા છે. જયારે ભાણવડમાં બે દ્વારકામાં એક તથા ખંભાળિયામાં ૧૦ મળી કુલ ૧૩ ડિસ્ચાર્જ થયા છે. ફરી એક વખત પોઝીટીવ કેસ કરતા ડિસ્ચાર્જનું પ્રમાણ વધ્યુ છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભમાં કુલ ૩પ વ્યકિતઓના મોત નીપજયા છે. જેમાં કોવીડ ના ૮ તથા નોન કોવિડના ર૭ કેસ મોતના નોંધાયા છે તથા હાલ કુલ ૬૬ દર્દીઓ એકટીવ છે.

સામાન્ય રીતે દરરોજ સાંજે પોઝીટીવ કેસના  આંકડા આરોગ્યતંત્ર જાહેર કરે છે તથા સાંજે જિલ્લા કલેકટર તંત્ર કંટેટમેન્ટ ઝોનના આંકડા જાહેર કરે છે. જેટલા કેસ હોય તેટલા કંટેટમેન્ટ જાહેર થાય કયારેક એક  જ ઘરમાં બે કેસ હોય તો કંટેટમેનટ એક કેસ  બે હોય તેના બદલે વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં રોજ આરોગ્ય તંત્ર દ્વારા જે આંકડા તથા રાજય સરકારના જ આંકડા છે તે પણ કયારેક સાચા આવતા નથી રોજ તફાવત હોય છે તો તંત્ર દ્વારા કુલ કેસનો આંક પણ જાહેર થતા નથી તે ભારે ચર્ચાસ્પદ છે.

(12:49 pm IST)