Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

હાલારના બંને જિલ્લાની આરોગ્ય સુવિધાની જામનગર આવેલા અધીક મુખ્ય સચિવ સાથે ચર્ચા

જામનગર,તા.૧૯ : જામનગર અને દેવભૂમિ જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ હાલ નવીદિલ્હી ખાતે સંસદના ચોમાસુ સત્રમા ઉપસ્થિત રહેવા ગયા છે ત્યારે શુક્રવારે મુખ્યમંત્રીની સુચનાથી જામનગરની આરોગ્ય સમીક્ષા માટે આવેલા અધીક મુખ્ય સચિવ પંકજકુમાર સાથ  સંસદસત્રમાંથી  પૂનમબેને હાલારના બંને જિલ્લાની ખાસ સમીક્ષા-સર્વે-જરૂરીયાત બાબતે જરૂરી ટેલીફોનીક ચર્ચા કરી લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ અને સુવિધા માટે ના સુચનો સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઝડપથી થાય તેની છણાવટ સાથે  આગ્રહ રાખ્યો હતો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં જામખંભાળીયા-દ્વારકા-જામનગર સહિતની સીવીલ હોસ્પીટલો જેમાંની કોવિડ કેર હોસ્પીટલ તેમજ વિવિધ રોગોની સારવાર ઓપરેશન આઉટડોર ઇન્ડોર સહિતની આ સીવીલ હોસ્પીટલોમાં આરોગ્ય સર્વિસ અપાય છે ત્યારે મેડીકલ -પેરા મેડીકલ-એટેન્ડન્ટ-સહાયક સહિતની   સ્ટાફ-સુવિધા-ઓકસીજન-દવા -ઇન્જેકશન સહિત મેડીસીન અને મેડીકલ ફેસિલીટી -સુચારૂ એડમીનીસ્ટ્રેશન અને જરૂરી તમામ સાધન સુવિધા બાબતે જામનગર આવેલા  અધીક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર સાથે ચર્ચા સંસદસભ્ય  પૂનમબેન માડમ એ નવી દીલ્હીથી કરી હતી અને આ બંને જિલ્લાની સરકારી હોસ્પીટલોને લગત લોકોની સંખ્યાબંધ રજુઆત મળી હોય તે મામલે નિરાકરણનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

(12:49 pm IST)