Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અમરેલીનાં સરંભડામા યુવકની હત્યા કર્યાની રાવ : તપાસ માટે સીટની રચના

રાજુ શેખવા અને તેના સાગ્રીતો સામે તપાસનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૯: અમરેલી જીલ્લાનાં સરંભડાના હાર્દિક ભરતભાઇ સવલીયાની હત્યાની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે.

આ અંગે અમરેલીના એસપી નિર્લીપ્ત રાયે જણાવ્યું કે, મળેલી લેખિત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, અમરેલીના સરંભડા ગામે રહેતા યુવાન હાર્દિક ભરતભાઇ સાવલીયાને સરંભડાના દરબાર રોહિત શેખવાની દિકરી કે જે મુંબઇ સાસરે છે તેની સાથે સુરતમાં લગ્ન પ્રસંગમાં ફોન નંબરની આપ-લે કર્યા થયા બાદ એસએમએસ કરતી હતી. તેની જાણ તેના મોટા બાપુ રાજુ શેખવાને થઇ હતી.

આ ઘટના બાદ રાજુ શેખવાએ હાર્દિકના પિતા ભરતભાઇને ફોન કરીને હાર્દિકને લઇને અમરેલી આવવા માટે કહ્યુ હતું અને તેઓ તા. ૨/૪/૧૭ના અમરેલી આવ્યા હતા. અને સર્કીટ હાઉસમાં રોકાયા હતા. ત્યાર બાદ રાત્રે હાર્દિકને રાજુ અને તેના માણસોએ ધારી પાસે એક ફાર્મ હાઉસમાં લઇ જઇને હત્યાર કરી દીધી હતી. અને વહેલી સવારે લાશ તેના પિતાને સોંપી આપી હતી. જો પોલીસ ફરિયાદ કરશે તો આખા ખાનદાનને પતાવી દેશી તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ તા. ૩/૪/૧૭ના હાર્દિકની લાશને સુરત લઇ જઇને તેના અંતિક સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ માહિતીના પ્રાથમિક તપાસમાં તે વિગતો સાચી હોવાની જણાતા તેની તપાસ માટેે ખાસ સીટની રચના કરવામાં આવી છે. અને ડિવાયએસપી અભય સોનીની આગેવાનીમાં એસઓજી, એલસીબીના અધિકારીઓ અને ચલાલાના પીએસઆઇ સહિત ૫ અધિકારીઓની એસઆઇટી બનાવવામાં આવી છે. અને તપાસ શરૂ કરી છે.

(12:46 pm IST)