Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

માળીયાના અમરાપુર સેજાના ગામે પોષણ સપ્તાહની ઉજવણી

માળીયા હાટીનાઃ માળીયા તાલુકાના અમરાપુર સેજાના વિરડી ગામમાં રાષ્ટ્રીય પોષણ માસ ની ૨૦૨૦ની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે cdpo શ્રી ડી.પી ડાભી સુપરવાઇઝર તેમજ આંગણવાડી વર્કર હેલ્પર કિશોરીઓ સગર્ભા બહેનો આ કાર્યક્રમ માં હાજર રહ્યા તેમજ કિશોરીઓ દ્વારા વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં ટીએચઆરમાંથી વિવિધ વાનગીઓ બનાવી હતી તેમજ કિશોરીઓ દ્વારા પોષણ તોરણ બનાવી અને સગર્ભા બહેનોને તથા કુપોષિત બાળકોને પોષણના સંદેશા પહોંચાડયા હતા તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ મહેશ કાનાબાર)

(11:31 am IST)