Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ધારીના કારખાનામાં ચોરી કરી ૩૦ વર્ષથી ફરાર દેલવાડાનો શખ્સ ઝડપાયો

અમરેલી : આજથી ત્રીસેક વર્ષ પહેલા ભાણજીભાઇ અને   રામજીભાઇ ભાણાભાઇ રાઠોડ રહે.સારદીકા તા.મહુવા જી.ભાવનગર વાળાએ મળીને ધારી ટાઉન વિસ્તારમાં આવેલ એક હિરાના કારખાનામાં હીરા તથા રોકડ રકમની ચોરી કરેલ હોય અને આજદિન સુધી નાસતો ફરતો હોય જે આરોપી ભાણજીભાઇ ઉર્ફે ભાણાભાઇ રામજીભાઇ આહિર (ગુજ્જર) ઉ.વ.૫૩ ધંધો-હીરાઘસવાનો રહે.મુળ-દેલવાડા તા.ઉના જી.ગીરસોમનાથ હાલ-સુરત, મુકતિધામ સોસાયટીમાં મકાન નં.૬૪ વાળાને તા.૧૮/૦૯/૨૦૨૦ ના રોજ પકડી પાડી  ધારી પોલીસ સ્ટેશનને સોપી આપેલ પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા   તથા પો.સબ ઇન્સ. ડી.એ.તુવર સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા ચોરીના ગુન્હામાં છેલ્લા ત્રીસ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ.

(11:30 am IST)