Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ઓખાથી પશ્ચિમ બંગાળ માછલી પરીવહન સેવા

રાજકોટ ડીવીઝનની બીજનેશ ડેવલોપમેન્ટ યુનીટની અનોખી પહેલ

ઓખા, તા., ૧૯: માલ પરીવહનની સેવાઓ વધુ સારી બનાવવા માટે રાજકોટ મંડળ બીજનેશ ડેવલપમેન્ટ યુનીટ દ્વારા ઓખા સ્ટેશનેથી લોડીંગ થતો માછલીના જથ્થાનો સરવે કરવામાં આવ્યો હતો. જેમાં ઓખાના ફીસ મરચન્ટનો સંપર્ક કરતા માલુમ પડયું હતું કે પશ્ચિમ બંગાલમાં સહુથી વધારે માછલીની માંગ રહે છે.

રેલવે રાજકોટ ડીવીઝન દ્વારા ઓખાથી પશ્ચિમ બંગાળ માટે પોરબંદર-સાલીગ્રામ પાર્સલ ટ્રેનમાં લોડીંગની સગવડ કરાવી આપી હતી. આ સુવિધા ખુબ જ સફળ રહી હતી અને ત્રણ જ ટ્રીપમાં કુલ પ૭૦૦૦ કિલો માછલીનો જથ્થો પરીવહન કરી પાંચ લાખનો નફો પ્રાપ્ત કરી કીર્તીમાન સ્થાપ્યો હતો. રેલ્વેની આ વિશેષ  સેવાથી માચ્છીમારી ઉદ્યોગને પણ વેગ મળશે અને રોજગારની તકો પણ ઉભી થશે. ઓખાના માચ્છીમારી અગ્રણીઓએ રેલ્વેની સેવાને બીરદાવી હતી.

(11:27 am IST)