Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આરંભડા જલારામ મંદિર વતી સુરજકરાડીમાં નિશુલ્ક માસ્ક વિતરણ

આરંભડા શ્રી જલારામ મંદિર વતી  સુરજકરાડી માં આવેલા પોલીસ સ્ટેશન ની બહાર જાહેર માર્ગ પર આવતા જતા લોકો તથા વાહનચાલકોને નિશુલ્ક માસ્કનું વિતરણ કરાયું હતું. દેવભૂમિ દ્વારક જીલ્લાના દરેક ગામોમાં આવેલા જલારામ મંદિર દ્વારા આ સેવાકાર્ય શરૂ આ કાર્યક્રમમાં આરંભડા જલારામ મંદિરના સેવાભાવી કાર્યકરો ઉપરાંત ઓખા નગરપાલિકાના હોદેદારો તથા મીઠાપુર પોલીસ સ્ટાફનું યોગદાન પ્રાપ્ત થયું હતું. (તસ્વીર : દિવ્યેશ જટણીયા મીઠાપુર.)

(11:26 am IST)