Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વેરાવળના વોર્ડ નં.૫ માં નળ કનેકશન આપવામાં ઠાગા ઠૈયા...

 (રામસિંહ મોરી) સુત્રાપાડા : વેરાવળ નગર પાલિકા દ્વારા કોઈજ નક્કર કામગીરી ન કરવામાં આવતા વોર્ડ નં.૫ ના રહીશો માં ઉગ્રરોષ ની લાગણી ફેલાયેલ છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મિસ્કીનશા સોસાયટી તેમજ ગોદરશા તળાવ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો તેમજ નાયબ કલેકટરશ્રીને તેમજ પ્રાદેશિક કમિશ્નરને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની બુલંદ માંગણી કરવામાં આવેલ હતી. આ તકે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ જીજ્ઞાસાબેન રાવલ, કાજલબેન ભજગોતર, યાસ્મીનબેન ચૌહાણ સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.(

(11:25 am IST)