Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વડા પ્રધાન શ્રી મોદીના જન્મદિવસે

ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ લોન્ચીંગ : મંજુરી પત્રો અપાયા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૯ : પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મ દિવસે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી સુ વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-શુભારંભ કરવ્યો હતો. આ યોજના હેઠળ એક લાખ જેટલા મહિલા સ્વસહાયતા જૂથોને પ્રત્યેકને રૂ.એક લાખનું આર્થિક ધિરાણ આજીવિકામાં વધારો કરતી પ્રવૃત્ત્િ।ઓ માટે આપીને, આ જૂથો સાથે સંકળાયેલી ૧૦ લાખ મહિલાઓને નવ સશકિતકરણ માટે સક્ષમ બનાવવાનો છે. આ ધિરાણનું વ્યાજ રાજય સરકાર ભોગવે તે સહિત વિવિધ લાભદાયક અને પ્રોત્સાહક જોગવાઈઓ આ યોજનામાં છે.

આ પ્રસંગે પુર્વ મેયર મતિ નીમુબેન બાંભણીયા, સ્ટેગિ કમિટીના ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ તથા પુર્વ ધારાસભ્ય મતિ ભાવનાબેન મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતની મહિલાશકિતને આત્મનિર્ભર પગભર સ્વાવલંબી થવાના નવા દ્વાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખોલી આપ્યા છે. રાજયમાં પ્રથમ વાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને ૧૦ લાખથી વધુ માતાઓ બહેનોને ઝીરો ટકા વ્યાજે લોન ધિરાણ અપાશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક સામાજિક જીવનશૈલીમાં મહિલા શકિત-માતા બહેનોની આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખૂલશે. તેમણે ઉમેર્યુ કે, મહિલાઓ એ આજે તમામ ક્ષેત્રોમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે. તેમણે મહિલા કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી મહિલાલક્ષી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવ્યું હતું.

ભાવનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વસહાય જૂથની ૧૨ મહિલાઓને રૂ.૧૨ લાખના ધિરાણ મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓને ધિરાણ માટે જિલ્લાની વિવિધ ૭ બેન્કો, સહકારી મંડળીઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી મહિલાઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે મહાનગરપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે મેયર   મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ  વકતુબેન મકવાણા, ડેપ્યુટી મેયર  અશોકભાઈ બારૈયા, સ્ટેગિ કમિટી ચેરમેન  યુવરાજસિંહ ગોહિલ, પુર્વ મેયર  નીમુબેન બાંભણીયા, પુર્વ ધારાસભ્ય  ભાવનાબેન મકવાણા, આરોગ્ય સમિતી ચેરમેન  રાજુભાઈ રાબડિયા, મહાનગરપાલિકા કમિશ્નર   એમ.એ.ગાંધી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નર  નિર્ગુડે, સીટી એન્જિીનયર  ચંદારાણા સહિતના વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને મહિલાઓ હાજર રહી હતી.

(11:23 am IST)