Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

નાર્કોટીકસના ગુન્હામાં વિજપડીનો આરોપી ભૂજની જેલ હવાલે

અમરેલી,તા.૧૯ : અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે,  એસ.ઓ.જી.પો.સ.ઇ.  એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પો.સ.ઇ.  એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા ફઝ્રભ્લ્ એકટ તળેનાં વારંવાર ગુન્હાઓ કરતાં ઇસમ વિરૂધ્ધ PIT, NDPS એકટ ૧૯૮૮ (The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબનાં જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા, અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી સર્જાય તેવી પુરેપુરી શકયતા બાબતેનાં સબળ પુરતાં પુરાવાઓ મેળવી વ્યવસ્થિત દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક સામારફતે પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી.ક્રાઈમ, તરફ મોકલતા PIT દરખાસ્ત મંજુર થતા સદરહું ગેરકાયદેસર નાર્કોટીકસના પદાર્થ, કેફી ઔષધો, મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં વારંવાર ગુન્હા આચરતાં ઈસમને અટકાયતમાં લઇ પાલારા જેલ, ભુજ ખાતે  કાળુભાઇ ઉર્ફે શેઠ વિરજીભાઇ વાસાભાઇ ટાંક, રહે. વિજપડી, તા.સાવરકુંલાને હવાલે કરેલ છે. 

(11:22 am IST)