Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગીરગઢડા પાસે ચેલાનો પુલ રીપેર કરવા ધ્યાન અપાતુ નથી

ઉનાઃ ગીરસોમનાથ જીલ્લાનાં ગીરગઢડા તાલુકા ના પડાપાદર ગામ ની રાવલ નદી ઉપર ચેલા ૧૫ વર્ષ થી પુલ તુટેલી હાલત માં પડાપાદર ગામમા ચેલા ૧૫ વર્ષ ઉપરથી પુલ તુટેલી હાલત મા છે ગ્રામપંચાયત દ્વારા અનેક વખત રજુઆત કરવા છતા પણ તંત્ર આંખ આડા કાન કરી રહયા હોય એમ લાગી રહયુ છે. રાવલ નદી ને બંને કાઠે સામ સામે ગામ આવ્યા હોવાથી ચોમાસાના સાર મહિના બંને ગામ સંપર્ક વિહોણા થાય છે એમજ લોકો ને સચતા અનાજ કરિયાણાની દુકાન સામેને કાઠે બે કિલોમીટર દુર હોવાથી ગરીબ લોકો કાંતો ૧૫કિલોમીટર આવક અને ૧૫ કિલોમીટર જાવક ફરીને કુલ ૩૦ કિલોમીટરનુ અંતર કાપીને અથવા તો રાશન જાતુ પણ કરવુ પડે છે એમજ ઉગમણા પડાપાદરમા સ્મશાન આવેલુ હોવાથી પણ સોમાચા દરમ્યાન પારાવાર મુશ્કેલી ઓ પડે છે સરકારને અનેક વખત રજુઆત કરવા છતા પણ સરકાર કોઇ મોટી જાન હાનીની રાહ જોઇ રહ્યુ હોય એમ લાગી રહ્યુ છે એમજ ચૂટણીના સમયે નેતાઓ આવીને મોટા મોટા દાવા કરી જાય છે જયારે ચૂટણી વહી ગયા પછી કોઇ જવાબ આપતુ નથી એમ ગામ લોકો કહી રહ્યા છે

(11:22 am IST)