Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસે 'બ્લ્યુ ફલેગ' પ્રમાણપત્ર અંતર્ગત પસંદગી પામેલ 'શિવરાજપુર બીચ' પર ધ્વજ આરોહણ

ખંભાળીયા,તા. ૧૯: સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરુ કરાયેલ અત્યંત નોંધપાત્ર બનેલું સ્વચ્છતા અભિયાન છે.  પ્રધાનમંત્રીશ્રીએ ઇન્ડીયા ગેટ આગળ સ્વચ્છતા અન્વયે કરેલ પ્રતિજ્ઞા બાદ આ અભિયાન રાષ્ટ્રીય ચળવળ બની ગયું જેનો એક માત્ર ઉદેશ સ્વચ્છ ભારત હતો.

આંતરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસ એ પ્રતિક છે જે માનવ સમુહને સાથે મળી ને પોતાને દરીયાકીનારો સાફ અને સ્વચ્છ રાખવા તરફ કટિબધ્ધ કરેલ છે. ભારતે આ ઝુંબેશને સમગ્ર વર્ષ માટે મુખ્ય અભિયાન તરીકે આગળ ધપાવી અને ઘણા જ મહત્વના અભિયાનો જેવા કે આઇ એમ સેવિંગ માય બીચ અને સ્વચ્છ નિર્મળ તટ અભિયાનને પડકાર રૂપે આગળ વધારી પ્રતિકાત્મક પહેલ કરી છે.

આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સ્વચ્છતા દિવસના પ્રસંગે વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ સોસાયટી ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ (સાઇકોમ) ના સંયુકત ઉપક્રમે ભારત દેશનું પોતાનું ઇકો-લેબલ BEAMS અંતર્ગત શિવરાજપુર બીચ ખાતે  I#AM#SAVING#MY#BEACH સુત્ર ધરાવતા ધ્વજ આરોહણ સમારોહ ઇન્ટરનેટનાં માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો.

ડો. નરેન્દ્રકુમાર મીણા, આઇ.એ.એસ. કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા શિવરાજપુર બીચ ખાતે ધ્વજ આરોહણ કરવામાં આવ્યું. અભિયાનના ભાગરૂપે બ્લ્યુ ફલેગ પ્રમાણપત્ર અન્વયે પસંદગી પામેલા ભારતના અન્ય ૮ બીચ પર પણ એક સાથે ધ્વજ આરોહણ કરવામાં આવયું.

વન, પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ઇન્ટરનેટ વેબિનારના માધ્યમથી ડીઝીટલ ધ્વજ આરોહણ કરવામાં આવ્યું. જયારે ભૌતિક સ્વરૂપે જે તે રાજય /કેન્દ્રશાસિત પ્રદેશના ધારાસભ્ય શ્રી / બીચ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષશ્રીના હસ્તે ધ્વજ આરોહણ સમારોહ સંપન્ન કરવામાં આવ્યો. વેબિનારનું આયોજન સચિવશ્રી, અરવિંદકુમાર નોટિયાલ, આઇ.આર.એસ., વન અને પર્યાવરણ મંત્રાલયના અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી શંકર પ્રસાદ, અધિક સચિવશ્રી, વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ વિશ્વબેંકના રાષ્ટ્રીયભૂમિ નિયામકની હાજરીમાં કરવામાં આવ્યું.

BEAMS પ્રોગ્રામનો મુખ્ય ઉદેશ દરિયાઇ પાણીનાં પ્રદુષણ ઘટાડવું, કાંઠા વિસ્તાર પર ટકાઉ બીચ સુવિધાઓ વિકસાવવી, દરિયાઇ નિવસનતંત્ર અને દરિયાઇ સ્ત્રોતોનું સંરક્ષણ તેમજ બીચ પર આવતા મુલાકાતિઓ માટે દરિયાઇ પર્યાવરણ અને નિયમોને ધ્યાને રાખી દરિયાકાંઠા પર સ્વચ્છતા અને સફાઇના સર્વોચ્ય ધારાધોરણોની જાળવણી કરવી તે સ્થાનિક પ્રાધિકરણ અને અન્ય સ્થાનિકો માટેનો સૌથી મોટો પડકારને નિયંત્રિત કરવાનો છે.

પરિણામે એક રાષ્ટ્ર તરીકે આપણા દરિયાકિનારાની સ્વચ્છતાનાં સર્વોતમ ધારાધોરણ પ્રસ્થાપીત કરવામાં સિધ્ધિ મળી છે જેનો આજે વિશ્વનાં સાફ અને સ્વચ્છ દરિયાકાંઠા વિસ્તારમાં પસંદગી કરેલા બીચનો સમાવેશ થાય છે. સાઇકોમ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા વિસ્તાર વ્યવસ્થાપન યોજનાના ભાગરૂપે BEAMS પ્રોગ્રામ અંતર્ગત દરિયાઇ વિસ્તારના ટકાઉ વિકાસ માટે ખાસ ધારાધોરણ ધરાવતી નીતિ તૈયાર કરવામાં આવી છે. ગુજરાત રાજયનાં પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ તરીકે ગુજરાત ઇકોલોજી કમીશન, ગાંધીનગર કાર્યરત છે. જેના સૌજન્ય અને રાજય સરકારના સહયોગથી વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા શિવરાજપુર બીચ ને આજે ગુજરાતનો એકમાત્ર ઉચ્ચ ધારાધોરણ ધરાવતા બીચ તરીકે પ્રવાસન માટે વિકસાવવામાં આવે છે પ્રસ્તૃત સમારોહમાં બીચ મેનેજમેન્ટ કમિટિના અન્ય સભ્યો હાજર રહયા હતા. (૨૨.૧૩)

દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ બીપીએલ પરિવારોને ૨૦ હજાર સુધીની સહાય મળશે

ખંભાળીયા,તા. ૧૯:  સમાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર પુરસ્કૃત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અમલ માં છે.

જે અતર્ગત જીલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા ગરીબી રેખા હેઠળ ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય વ્યકિત (સ્ત્રી/પુરુષ)નું કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ પામનાર (સ્ત્રી/પુરુષ) ઉમર ૧૮ વર્ષ થી વધુ અને ૬૦ વર્ષ થી ઓછી હોય તેમજ અવશાન થયા નાં ૨ વર્ષ માં અરજી કરવાથી કેન્દ્ર સરકાર દ્વારા કુટુંબને એક વખત રૂપિયા ૨૦,૦૦૦ /- ની સહાય ડીબીટી મારફત મળવા પાત્ર છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ યોજના નો લાભ લેવા મામલતદાર કચેરી (ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા,ખંભાળિયા)  આવેલ જનસુવિધા કેન્દ્ર નો સંપર્ક કરવા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ કે મોરી જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

(11:20 am IST)