Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

પુરૂષોતમ મહિનાની જૂનાગઢમાં સોશ્યલ મિડીયા સંગ ઉજવણી

કોરોના કાળમાં અખિલ હિન્દ પરિષદ દ્વારા ગોરમાનું પૂજન-વાર્તા તથા મહાત્મય વોટ્સએપનાં માધ્યમથી મોકલવાની સુવિધા

રાજકોટ,તા. ૧૯: ગઇ કાલે શુક્રવારથી પવિત્ર પુરૂષોતમ મહિનાનો પ્રારંભ થયો છે. આ વખતે કોરોના મહામારી પ્રસરતા ઘરે બેઠા જ અથવા તો ઓછી સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ રાખીને માસ્ક પહેરીને તથા સેનેટાઇઝનો ઉપયોગ કરીને પુરૂષોતમ મહિનામાં ભગવાનની આરાધના શરૂ કરવામાં આવી છે.

આ વખતે પુરૂષોતમ મહિનામાં સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ

(વિનુ જોષી) જૂનાગઢ : અખિલ હિંદ મહિલા પરિષદ સંસ્થા દ્વારા પવિત્ર પુરૂષોત્ત્।મ માસની ધાર્મિક ઉજવણી કરવામાં આવશે. જેમાં વોટ્સએપના માધ્યમથી રોજ જુદા જુદા બહેનો દ્વારા ગોરમાનું પૂજન, વાર્તા તથા પુરુષોત્ત્।મ માસના માહત્મ્ય ના વિડીયો મુકવામા આવશે.જેથી કરીને આ કોરોના ના કહેર મા બહેનો ઘરે બેઠા પરસોતમ માસમા ધાર્મિક ભાવના સાથે ભકિતના રંગે રંગાઈ શકે.

આખા માસ દરમિયાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, દિપયજ્ઞ,સત્સંગ, અન્નકોટ, શ્રીનાથજી ની ઝાંખી.વગેરે અવનવા કાર્યક્રમો સાધનાબેનના માર્ગદર્શન હેઠળ ચેતનાબેન પંડ્યા દ્વારા  યોજવામાં આવશે. કમિટિના સભ્યો પ્રચેતાબેન વોરા દત્ત્।ાબેન શુકલ ભાવનાબેન વૈષ્ણવ,અલકાબેન વૈદ્ય ધર્મીષ્ઠાબેન વસાવડા,આરતીબેન વૈષ્ણવ જયમનબેન જીકાર સરોજબેન ઠાકર પ્રવિણાબેન વાઘેલા કંચનબેન ચૌહાણ રશ્મીબેન વિઠલાણી વિગેરેબહેનોએ ચેતનાબેનના સુંદર આયોજનમા સાથ સહકાર આપવાની પુરી ખાત્રી આપેલ છે તેમ પ્રમુખશ્રી સાધનાબેન નિર્મળ તથા ઊપ પ્રમુખ પુર્વિબેન સાદરાણીની એક યાદીમા જણાવવામા આવેલ છે.

(11:19 am IST)