Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગોંડલ એસટી ડેપોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : નવ કર્મચારીઓ પોઝિટિવ

ગોંડલ,તા.૧૯:રાજકોટ જિલ્લાના સૌથી મોટા ગણાતા ગોંડલ એસટી ડેપોમાં આશરે ૪૦૦થી પણ વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે અનલોક ચાર ને લઇ મોટા ભાગના રૂટ શરૂ કરી દેવામાં આવ્યા હોય છેલ્લા બે દિવસમાં ડેપોના નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આશરે ૪૦૦થી પણ વધુ કર્મચારીઓ ના કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયા હતા જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન ૨૫૩ ટેસ્ટિંગ માંથી નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ નીકળતા કર્મચારીઓ ઉપરાંત મુસાફરોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે એક તરફ કર્મચારીઓની દ્યટથી પરેશાન ગોંડલ એસટી ડેપો મા નવ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે કર્મચારીઓની ખાધમાં વધુ ખાધ પડતા એસટી બસના રૂટના મેનેજમેન્ટમાં પણ તકલીફો વધવા પામી છે.

(11:24 am IST)