Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧૯ : સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ચિંતામાં વધારો થવા પામ્યો છે. લોધીકા તાલુકામાં જુદા જુદા ગામમાં કોઠા પીપળીયા, ચાંદલી, જેતાકુબા, સાંગણવા સહિતના ગામોમાં ખેડૂતો દ્વારા મગફળી કપાસ સાથે સાથે ડુંગળીનું પણ વાવેતર કરતા ખેડૂતને ચિંતામાં વધારો થયો છે છેલ્લા એક મહિનાથી પૂરતો વરસાદ ન થતા જમીનમાં ભેજનું પ્રમાણ પણ નહિવત છે માટે કપાસ, મગફળી, ડુંગળીમાં રોગ આવી જતા પાકોમા વૃદ્ઘિ નહિ પાકમાં નુકસાન થવાની દહેરાત જોવા મળી રહી છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ને કારણે ડુંગળીમાં નિકાસ ના થતા પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આર્થિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે લોધીકા પંથકના ખેડૂતો એ સારા એવા પાકની આશાએ પોતાના ખેતરોમાં ડુંગળીનું વાવેતર કયું છે જેમાં મોંઘા ભાવના બિયારણ મોંઘા ભાવની જંતુનાશક દવાઓ છાટી મગફળી કપાસ ડુંગળીનું વાવેતર કરેલ છે અને મોલનો ઉછેર પણ કરી રહી છે.

પરંતુ એક મહિના બાદ લોધીકા પંથકના વરસાદ ખેચાયો અને વાવેતર પાકમાં પણ માંથે પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે હાલ પાણીની ઘટ પણ છે કુવાઓમાં પાણીના સ્તર ઓછા અને વરસાદ ખેંચાવાના કારણે ઉંચા નથી આવ્યા કે જેથી પાકો સુકાવા લાગ્યા છે તેમની ચિંતા લોધીકા તાલુકા ના ખેડુતો કરી રહા છે.

પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ(કિશાન) વિનુભાઈ ઘેટીયાસાંગણવાના કિશાન આબાભાઈ રાખૈયા, ચાંદલીના કિશાન જીતેન્દ્રસિંહ જાડેજા, કોઠાપીપળીયાના કિશાન સંજયભાઈ સનુરા, મહેશભાઈ ઘાડીયા, છગનભાઈ ઘિયાળ, ગૌરવ હંસોરા સહીત કિશાનોએ પોતાની વ્યથા ઠાલવી છે.

(11:44 am IST)