Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

ટંકારા મોરબી હાઈવે પર મોટર સાઈકલ પર આવેલા ચાર શખ્સોએ લુટ ચલાવી.

યુવાનના ગળે છરી રાખી મોબાઈલ અને રોકડ રકમની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

ટંકારાના લક્ષ્મીનારાયણ જીન નજીક મોટર સાઈકલ પર આવેલા ચાર શખ્સોએ યુવાનના ગળે છરી રાખી મોબાઈલ અને રોકડ રકમની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાઈ છે

  મળતી માહિતી મુજબ ટંકારાના સરદારનગરમાં રહેતા ઇમરાન હનીફભાઈ વીકીયાણી (ઉ.૧૯) લક્ષ્મીનારાયણ જીન મોરબી હાઈવે પર હોય દરમિયાન મોટર સાઈકલ જીજે ૩૬ કે ૮૬૩૭ પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ગળે છરી રાખી ફરિયાદી ઇમરાન પાસે રહેલ વિવો કંપનીનો મોબાઈલ ફોન કીમત રૂ.૪૦૦૦ તથા ખિસ્સામાં રહેલ રોકડ રૂપિયા ૪૫૦૦ ની લુટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી લુટ કરી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં નોંધાવી છે

(10:32 pm IST)