Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

જામનગરમાં પાણીની ડોલમાંથી પાણી ફેંકતાં ઢીકાપાટુનો માર મારીને ખૂનની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: બેડી મરીન પોલીસ સ્ટેશનમાં શબીર જુસબભાઈ કેર, ઉ.વ.૩૦, રે. બેડી થરી વિસ્તાર ફારૂકે આઝમ ચોક, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬–૭–ર૦ર૧ના ફરીયાદી શબીરભાઈ આરોપી અબ્બાસ જુસબ કેરના ઘર પાસેથી નીકળતા આરોપી અબ્બાસની બહેનો એ રોડ પર પાણીની ડોલ ફેકતા જે પાણી ફરીયાદી શબીરના કપડામા ઉડતા કપડા ખરાબ થતા ફરીયાદી શબીર એ આ બહેનોને પાણી ઘ્યાનથી ફેકવાનું જણાવતા જેનો ખાર રાખી આ કામના આરોપીઓ અબ્બાસ જુસબ કેર, જાફર અબ્બાસ કેર, જાવીદ અબ્બાસ કેર, આવેશ અબ્બાસ કેર, રે. બધા બેડી થરી વિસ્તારવાળા એ ફરીયાદી શબીરના ઘર પાસે આવી ફરીયાદી શબીરને બહાર બોલાવી ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી લાકડાના ધોકા વડે ડાબી આંખમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રણવભાઈ ખીમાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૭–ર૦ર૧ના ખંભાળીયા ગેઈટ સર્કલ, મેઈન રોડ જામનગરમાં આરોપી હાર્દિકભાઈ અશ્વિનભાઈ ચુડાસમા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાવાળી એકટીવા મોટરસાયકલમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની કિંગ્સ ગોલ્ડ સ્પેશીયલ વ્હીસ્કી ફોર સેલ ઈન અરુણાચલ પ્રદેશ ઓનલી ૪ર.પ% વી.વી. લખેલ ૭પ૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ–૪, િંકંમત રૂ.ર૦૦૦/– તથા એકટીવા મોટરસાયલ કિંમત રૂ.૩૦,૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૩ર,૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી કોળી મુન્નો ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાંબુડા ગામે જુગાર રમતા દશ ઝડપાયા

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગેશભાઈ હરીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૭–ર૦ર૧ના જાંબુડાગામના તળાવમાં ચેકડેમની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાં જાહેરમાં આ કામના આરોપી વિપુલભાઈ નાનજીભાઈ ગોહિલ, સુરેશભાઈ સવજીભાઈ ગોહિલ, નિતિનભાઈ રમેશભાઈ નિમાવત, કુમારસિંહ મનુભા ચૌહાણ, અક્ષ્વીનભાઈ પ્રવિણભાઈ મઢવી, કાનજીભાઈ બાવાભાઈ રાતડીયા, જગદીશસિંહ ભરતસિંહ જાડેજા, સામજીભાઈ ગોંવિદભાઈ કારવેશા, યુવરાજસિંહ દેવીસિંહ જાડેજા, ધરમભાઈ મધુભાઈ સુંદરીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તનીપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પટ્ટના તથા અંગ ઝડતી માંથી મળી રોકડા રૂ.૩૪,ર૭૦/– ના મુદામાલ સો ઝડપાઈ ગયેલ છે.

ક્રિકેટ મેચનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૭–ર૦ર૧ના સિકકા કારાભુંગા રીક્ષા સ્ટેન્ડ પાસે આરોપી અનીલભાઈ રમેશભાઈ ચૌહાણ, પ્રતાપ દેવજીભાઈ મકવાણા, દિપકભાઈ કાનજીભાઈ પરમાર, રે. સિકકા  કારાભુંગાવાળા જાહેરમાં ઈન્ડિયા અને શ્રીલંકા ક્રિકેટ મેચની ઈન્ડિયા અને શ્રીલંકા ની ટીમના ખેલાડીઓની ચીઠ્ઠીઓ બનાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા મળી આવતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,ર૦૦/– ના મુદમાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:57 pm IST)