Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

મહિલાઓ સાથે છેતરપીંડી કરનાર શખ્‍સને ઝડપી લેતી જુનાગઢ સાયબર પોલીસ ટીમ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૯: જુનાગઢ રેન્‍જ. જુનાગઢના રહે. પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા સાહેબની રેન્‍જમાં સાયબરના ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર પોલીસ સ્‍ટેશન જુનાગઢ રેન્‍જ જુનાગઢમાં ગુન્‍હો નોંધાયો હતો. જેથી સાયબર પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા હ્મુમનસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્‍સ આધારે આરોપીને પકડી ઉપરોકત વિગતે દાખલ થયેલ ગુનાનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી નામદાર જુનાગઢ કોર્ટ ખાતે રજુ કરતા કોર્ટ દ્વારા જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે. આરોપી ચેતન જેન્‍તિભાઇ રાખોલીયા જાતે પટેલ(ઉ.વ.૩૫) રહે. મુળ નાની મોણપરી, જી.જુનાગઢ હાલ રહે. ઓર્નેટ ગેલકસી ડી. વીંગ ૧૪૦૪, જુચંદ્ર રોડ, ઇશાંત હોસ્‍પિટલ પાસે, નાયગાંવ મહારાષ્‍ટ્ર ફેસબુક મારફતે મિત્રતા કેળવી અલગ અલગ મહીલાઓ સાથે લગ્ન માટે ટેલિફોનિક વાતચીત કરાવી ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ બેન્‍ક ખાતાઓમાં રકમ ટ્રાન્‍સફર કરાવતા. આ કામગીરી પો.ઇન્‍સ. સી.વી. નાયક, પો.સ.ઇ. બી.ડી. માવદીયા, એસ.એ. ગઢવી, પો.વા.સ.ઇ. વી.એમ. જોટાણીયા, એન.એ. જોષી, એ.એસ.આઇ. ઝેડ, જી.બ્‍લોચ, જી.પી. વાઘેલા, એસ.ડી. કોઠીવાર, હેડ કોન્‍સ.નિલેશભાઇ પરમાર, ભનુભાઇ ઓડેદરા, પો.કોન્‍સ.અરવિંદભાઇ વાવેચા વિગરે સાયબર પો.સ્‍ટે. સ્‍ટાફ સાથે રહેલ હતા.

(1:49 pm IST)