Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ઉમેદવારી

જામનગર::જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા સમક્ષ પુનમબેને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, ચીમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ તકે કલેક્ટર કચેરીએ પહોંચેલા ભાજપના ઉમેદવાર પૂનમબેન સાથે વર્તમાન ધારાસભ્યો દિવ્યેશ અકબરી, દેવાબા જાડેજા, પૂર્વ મંત્રી પશુબેન ત્રિવેદી ઉપરાંત ભાજપના નેતાઓએ વિજય મુદ્રામાં ફોર્મ ભરતી મેળાએ મીડિયાને પોઝ આપ્યો હતો.(અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર :  કિંજલ કારસરીયા, જામનગર)

(1:17 pm IST)