Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ધોરાજીના સોની બજાર ૨૦૦ વર્ષ જુના પ્રાચીન રામજી મંદિરે રામ જન્‍મ ઉત્‍સવ ઉજવાયો

ધોરાજી  :  સોની બજાર ખાતે આવેલ ૨૦૦ વર્ષ જુના પ્રાચીન રામજી મંદિર ખાતે રામ જન્‍મ ઉત્‍સવ ઉજવાયો

ખૂબ જ પ્રાચીન ગણાતા રામ મંદિર ખાતે પૂજારી મહંત દિલીપદાસ અગ્રાવત દ્વારા ધાર્મિક વિધિ તેમજ મંત્રોચ્‍ચાર સાથે વિવિધ ઉત્‍સવો ઉજવાયા હતા બાદ રામ જન્‍મ ઉત્‍સવ ભવ્‍ય રીતે ઉજવવામાં આવેલો હતો

પુજારી મહંત દિલીપદાસ અગ્રાવત એ જણાવેલ કે  મંદિર માં અમારી આ સાતમી પેઢી છે અહીં અમારા દાદા પર દાદાએ પણ આ મંદિરની સેવા કરી છે અને સોની બજાર ખાતે વર્ષોથી ભગવાન શ્રીરામ નો જન્‍મ ઉત્‍સવ ઉજવતા આવ્‍યા છીએ

આ પ્રસંગે ધોરાજી શહેરના વિવિધ સમાજના આગેવાનો ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ નરેશભાઈ પટણી મહેન્‍દ્રભાઈ ધીણોજા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા

(11:27 am IST)