Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વડિયાના ભુખલી સાંથળી ગામે પાણી બાબતે ઝઘડો

 વડીયા,તા.૧૯ : ઉનાળામાં પાણીની તંગી હોય સામે પાણીની જરૂરિયાત વધતા પાણી બાબતે ધમાસાણ જોવા મળતી હોય છે. ત્યારે વડિયાની ભાગોળે આવેલા ભુખલી સાંથળી ગામે ગ્રામપંચાયત દ્વારા ઘર વપરાશ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતું હોય તે વિતરણ ગ્રામપંચાયતના રોજમદાર કર્મચારી રતિલાલ ટપુભાઈ વઘાસીયા દ્વારા કરવામાં આવે છે જેમાં ફરિયાદ મનુભાઈ વાસુરભાઈ દ્વારા પોતાના વિસ્તારમા છેલ્લા આઠ દિવસ થી પાણીના આવતું હોય તે બાબતે માથાકૂટ થતા સ્થાનિક સરપંચ દ્વારા ફરિયાદ કરાઈ હતી. જેમાં કલમ ૩૨૩, ૫૦૪, ૩૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબ  મનાભાઈ વાસુરભાઈ, વિરાજભાઈ મનાભાઈ અને અજાણ્યા શખ્સો સામે વડિયા પોલીસે  ફરિયાદ નોંધાઈ હતી.  બીજી બાજુ ગ્રામપંચાયતના સરપંચ સહીત ચાર લોકો  જેમાં દેવકુભાઇ વાળા, રાજભાઈ વાળા, ભરતભાઈ વાળા અને શિવરાજભાઈ વાળા સામે પણ માથાકૂટ થતા તેમની સામે કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરિયાદ કરવામાં આવતા તપાસ વડિયા પોલીસ કરી રહી છે. કોરોના કાળમાં ઉનાળો શરૂ થતા જ પાણીનો વિકટ પ્રશ્ન પણ સામે આવતો જોવા મળ્યો છે. ત્યારે કોરોના મહામારી સાથે ઉનાળા મા ગામડામાં પીવાના પાણી ની મહામારી પણ સામે આવતી જોવા મળી રહી છે.

ત્રણ શકુનીઓ ઝડપાયા

કોરોના મહામારીમાં લોકડાઉન જેવી સ્થિતિ સ્વયંભૂ બનતી જાય છે. ત્યારે લોકો કામ ધંધા વગર નવરા પાડતા સામાજિક દુષણોની લતોમાં ચડતા હોવાનુ જણાય રહ્યુ છે. વડિયાના સદગુરૂનગર જેવા પછાત વિસ્તારમાં રેડ કરતા સ્ટ્રીટ લાઈટના અંજવાળે ત્રણ શખ્સો કિરણ રાઠોડ, પ્રવીણ રાઠોડ અને હિતેશ ચૌહાણ નામના શખ્સો જાહેરમાં તીનપતિનો જુગાર રમતા કુલ ૫૭૦૦/- રૂપિયા ની રોકડ સાથે ઝડપી પાડી વડિયા પોલીસના ડી એમ સરવૈયા, પીડી કલસરિયા દ્વવારા તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોના કાળમાં આવી બદીઓ ડામવી ખુબ જરૂરી છે. ખ્ર્ી બાબતે વડિયા પોલીસ સક્રિય બનતી જોવા મળી રહી છે.

(12:17 pm IST)