Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કેસ પતી ગયોને વર્ષો થયા !!!

ખંભાળીયામાં ૧૯૯રના કસ્ટમ સિપાઇ ડબલ મર્ડર કેસના ટ્રકના અવશેષો હજુ પડયા છે!!!

ખંભાળીયા, તા., ૧૭: ૧૯૯રમાં સલાયા ખંભાળીયાના દાણચોરી પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોને કસ્ટમ દ્વારા ધરપકડ કરીને લઇ જવાતા હતા ત્યારે જામનગર રોડ પર નામચીન શખ્સોએ એ ટ્રક દ્વારા કસ્ટમની ગાડી પર હુમલો કરી ફાયરીંગ અને ટ્રક ચડાવીને બે કસ્ટમ સિપાઇના મોત નિપજાવ્યા હતા. આ બનાવના સંદર્ભમાં કોર્ટમાં વર્ષો સુધી કેસ ચાલ્યા હતા અને તેના ચુકાદા પણ આવી ગયા પછી પણ આ બનાવમાં વપરાયેલ બે ટ્રકો અને અન્ય વાહનો હજુ પોલીસ સ્ટેશને તથા કસ્ટમ કચેરીએ પડયા છે.

એક ટ્રક કસ્ટમ કચેરીએ રસ્તા પર વચ્ચે પડયો છે. જે ત્યાંની વેટ જીએસટી કચેરી તથા શારદા હાઇસ્કુલ અને કસ્ટમ કચેરીને પણ નડતર રૂપ છે. નવાઇની વાત છે કે આ ટ્રક પહેલા સંપુર્ણ હતો હવે તેના અવશેષો પડયા છે !! આવી જ સ્થિતિ પોલીસ સ્ટેશન પાસે પડેલા ટ્રક અને અન્ય વાહનોની છે!! સ્થિતિ એવી છે કે ભંગાર વાળા ઠીક લાગે તે પાર્ટ કાઢીને લઇ જાય છે અને આ મુદામાલ ચોપડે બોલે છે!! ઘાતકી ડબલ મર્ડરના અવશેષરૂપ આ ટ્રકનો ભંગાર હવે લોકો માટે જુની કડવી યાદ તાજી જેવો છે પણ નિંભર સરકારી તંત્ર હજુ જાગતું નથી !!! (૪.૯)

(1:45 pm IST)