Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

જામનગરમાં બાકીદારો સામે વેરા શાખાની લાલ આંખઃ છ મિલ્કત જપ્ત

ચાર આસામીઓ પાસેથી ર.૪૧ લાખની રીકવરી સ્થળ ઉપર જ

બાકીદારો સામે કાર્યવાહી કરવા કામગીરી આગળ ધપાવતો મિલ્કત વેરા શાખાની ટીમ તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અહેવાલઃ મુકુન્દ બદીયાણી-જામનગર)

જામનગર, તા. ૧૭ :. અહીંયા વેરો ભરવામાં ઠાગાઠૈયા કરનારા આસામીઓ સામે મહાનગરપાલિકાની વેરા શાખાએ લાલ આંખ કરતાની સાથે જ બાકીદારોની ૬ મિલ્કતો જપ્ત કરી લેતા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

જેમા જાણવા મળ્યાનુસાર ધરમશીભાઈ મંગલદાસ ગૌરી પાસેથી રૂ. ૩૦૭૪૫, પ્રકાશભાઈ ભગવાનદાસ મેસવાણીયા પાસેથી રૂ. ૨૪૫૨૨ તથા સંજયભાઈ વેલજીભાઈ પરમાર પાસેથી રૂ. ૨૨૧૬૬, રત્નાભાઈ ભીમાભાઈ રબારી પાસેથી રૂ. ૨૨૪૧૧ તથા ઉલ્લાસબા ભગુભા ઝાલા પાસેથી અને રાજેન્દ્રભાઈ વલ્લભદાસ માણેક પાસેથી રૂ. ૨૨૦૬૬ ઉઘરાવવાના હોવા છતા પણ રકમ ભરવામાં ઠાગાઠૈયા થતા અંતે તમામ આસામીની મિલ્કતોને સીલ કરી દેવાય હતી.

એવી જ રીતે ચાર આસામીઓ પાસેથી રૂ. ૨,૪૧,૦૦૦ની સ્થળ ઉપર જ રીકવરી કરાઈ હતી.

અત્રે નોંધનીય છે કે, કમિશનરની સૂચના અને આસિ. કમિશનર (ટેકસ) જીજ્ઞેશભાઈ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બે ટીમના કર્મચારીઓ નારણ બુંબરીયા, જયપાલ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ, ચિરાગ માંડલીયા અને અભિજીતસિંહ જાડેજા દ્વારા રીકવરીની કામગીરી આગળ ધપાવાઈ રહી છે. આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ચિમકી પણ ઉચ્ચારાઈ છે.

(1:44 pm IST)