Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

લાઠીના જરખીયા પાસે ટ્રેકટર હડફેટે બાઇકઃ એકનું મોત

અમરેલી તા. ૧૭ : લાઠીના જરખીયા ગામના દરવાજા આગળ ગોવિંદપરા જવાના રસ્તે ટ્રેકટર નં. જીજે૧-૮૧૨૩ના અજાણ્યા ચાલકે સુખવિરસિંહ રામવીરસિંહ (રહે. રાજગજ, ઉત્તરપ્રદેશ)ના ભાઇ તથા અન્ય એક મોટરસાયકલ લઇને જતા હતા તે દરમિયાન ટ્રેકટરે બાઇકને હડફેટે લઇ સુખવીરસિંહના ભાઇને ગંભીર ઇજા પહોંચાડતા મોત થયું હતું. જ્યારે બીજાને નાની-મોટી ઇજા કરી ટ્રેકટર ચાલક નાશી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવેલ છે.

દામનગરમાં ચોરી

દામનગરના ખારૂડી વિસ્તારમાં રહેતા વિશાલભાઇ વલ્લભભાઇ ગોંડલીયાના રહેણાંક મકાનમાં ગત તા. ૧૬ રાત્રીના ૩ થી ૪ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી કબાટમાં રાખેલ સોનાની બુટી, વીંટી નંગ-૨, ચાંદીના છડા ત્રણ જોડી, તથા દસ હજાર રૂપિયા રોકડ કુલ મળી રૂ. ૪૮,૬૦૦ની ચોરી કરી અજાણ્યા ઇસમો સામે દામનગર પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ એન.જી.ગોસાઇ ચલાવી રહ્યા છે.

બીજા બનાવમાં અમરેલીમાં ગુજરાત પેટ્રોલીયમના માલિક હિતેષભાઇ અનંતરાય ચંદારાણાના ગોડાઉનના શટરનું તાળા તોડી રાત્રીના સમયે અજાણ્યા ઇસમોએ ગોડાઉનમાં રાખેલ ઓઇલના પાંચ બોકસ મળી કિં.રૂ. ૫૮૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી પોલીસમાં નોંધાવેલ છે.(૨૧.૨૦)

(1:02 pm IST)