Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

દ્વારકા જિલ્લામાં અઠવાડીયાની દારૂ-જુગાર ડ્રાઇવમાં ૮૯ જુગાર અને ૭૮ દારૂના ગુન્હાઓ ઝડપાયા

ખંભાળીયા તા.૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા નવનિયુકત એ.એસ.પી. પ્રશાંત સુમ્બે તથા ઇન્ચાર્જ ના પો.અધિ. અને એલ.સી.બી.પોલીસ ઇન્સ. એસ.એચ.સારડા તેમજ એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. કે.જી.ઝાલા માર્ગદર્શન મુજબ ડી.જી.પી. તરફથી અઠવાડીયાની પ્રોહી.જુગાર ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન પ્રોહી જુગારની પ્રવૃતી અંગે અવાર નવાર ઉતરી અધિ. તરફથી મળેલ સુચના મુજબ એલ.સી.બી, એલ.ઓ.જી. તથા દરેક પોલીસ સ્ટેશનની સ્થાનીક પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન પ્રોહી. બુટલેગરો જુગારીઓ તેમજ અન્ય છાની છુપી રીતે દારૂ જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર રેઇડો કરી વિશાળ પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીના તથા જુગાર ધારાના કુલ ૮૬ કેસો શોધી કુલ કિ.૪,૭૪,૪૫૦ નો મુદામાલ શોધી કાઢતા પ્રોહી. જુગાર પ્રવૃતી કરતા ઇસમો પર ફફડાટ ફેલાઇ ગયેલ.

૧. તા.૯-૨-૨૦૧૮ના રોજ પ્રોહી.ના કુલ કેસ-૧૦ કરવામાં આવેલ જેમાં ૧૦ આરોપી પકડી પાડી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦ કિ.રૂ.૮૦૦૦ તથા મો.સા. મળી કુલ કિ.રૂ.કિ.૪૮૦૦૦ દેશી લીટર ૯૮ કિ.૧૯૮૦ દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૭૦૦ કિ.૧૪૦૦ મળી તા.૯-૨-૧૮ના રોજ કુલ ૧૦ કેસો કરી કિ.૫૧,૩૮૦નો મુદ્દામાલ પકડી પાડેલ છે.

૨. તા.૧૦-૨-૨૦૧૮ના રોજ પ્રોહી.ના કુલ ૧૬ કેસ કરવામાં આવેલ જેમાં ૧૭ આરોપીઓ પકડી પાડી દેશી દારૂ લીટર ૩૪ કિ.રૂ.૧૮૮૦ દેશી દારૂ બનાવવાનો આથો લી.૧૪૦ કિ.રૂ.૨૮૦ તથા જુગાર ધારા હેઠળ ૧ કેસ કરવામાં આવેલ જેમાં કુલ ૧૦ આરોપીઓને પકડી પાડી કિ.રૂ.૩૯૦૦નો રોકડ મુદ્દામાલ પકડી પાડેલ હતો. આમ, તા.૧૦-૨-૧૮ના રોજ કુલ ૧૦ આરોપીઓને પકડી પાડી કિ.રૂ.૩૯૦૦નો રોકડ મુદ્દામાલ પકડી પાડેલ હતો.

૩. તા.૧૧-૦૨-૨૦૧૮ના રોજ પ્રાહીના કુલ ૧૪ કેસો કરવામાં આવેલ જેમાં ઇગ્લીશ દારૂનો ૧ બોટલ નંગ ૧૬ કિ.૮૦૦૦ તથા દેશી દારૂના ૧૩ કેસોમાં દેશી દારૂ લીટર ૧૯ કિ.રૂ.૩૮૦ તથા દેશી દારૂ બનાવવાનો ગાથો લીટર ૬૧૫ કિ.રૂ.૧૩૭૦ શોધી કાઢેલ તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી કિ.રૂ.૧,૦૧૦ નો રોકડ મુદામાલ કબ્જે કરી તા.૧૧-૨-૨૦૧૮ના રોજ ૧૦,૭૬૦નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

૪.. તા.૧૨-૨-૨૦૧૮ના રોજ પ્રોહી.ના કુલ ૮ કેસો તેમજ જુગારના કુલ ૧ કેસો કરવામાં આવેલ જેમાં પ્રોહી.ના કુલ ૮ આરોપી પકડી પાડી દેશી દારૂ લી.૧૪ કિ.રૂ.૨૮૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૨૦ કિ.રૂ.૪૦નો મળી કુલ કિ.૩૨૦ નો મુદ્દામાલ પકડી પાડેલ તથા જુગાર ધારા હેઠળ ર આરોપી પકડી પાડી કિ.૨,૧૬૦નો રોકડ મુદ્દામાલ કબ્જે કરેલ આમ, તા.૧૨-૨-૧૮ના રોજ કુલ ૯ કેસો કરી કુલ કિ.૨,૪૮૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

૫. તા.૧૩-૨-૨૦૧૮ના રોજ પ્રોહી.ના ઇંગ્લીસ દારૂના ૧ તથા દેશીના દારૂના ૧૬ મળી કુલ પ્રોહી.ના ૧૭ કેસો શોધી કાઢી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૨ કિ.રૂ.૨૮,૮૦૦ દેશી દારૂલીટર ૩૧ કિ.૬૨૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૧૦ કિ.૧૨૨૦નો શોધી કાઢી કિ.રૂ.૩૦,૬૪૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

૬. તા.૧૪-૨-૨૦૧૮ના રોજ ઇંગ્લીસ દારૂના ૨ તથા દેશી દારૂના ૭ મળી કુલ ૯ કેશો શોધી કાઢી ફુલ ૧૦ આરોપી પકડી પાડેલ છે જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૦૬ તથા દેશી દારૂ લીટર ૨૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૫ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.૩,૭૨,૯૩૦નો મુદામાલ પકડી પાડેલ છે.

૭. તા.૧૫-૨-૨૦૧૮ના રોજ ઇંગ્લીશ દારૂનો ૧ કેસ તથા દેશી દારૂના ૮ કેસો મળી કુલ ૯ કેસો શોધી કાઢેલ છે. જેમાં ૧૨ આરોપી પકડી પાડી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૨, દેશી દારૂ લીટર ૫૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૯૮૦ મળી કુલ કિ.રૂ.૧૦,૯૬૦નો મુદ્દામાલ શોધી કાઢેલ છે.

ઉપરોકત કાર્યવાહીમાં LCB દ્વારા કુલ ૧૩ પ્રોહીબીશનના કેસો, SOG દ્વારા કુલ ૬ પ્રોહોબીશનના કેસો, ખંભાળીયા દ્વારા કુલ ૬ પ્રોહીબીશનના કેસો, ભાણવડ દ્વારા કુલ ૧૪ પ્રોહીબીશનના કેસો, કલ્યાણપુર દ્વારા કુલ ૯ પ્રોહીબીશનના કેસો, ઓખા મરીન દ્વારા ૫ પ્રોહીબીશનના કેસો, મીઠાપુર દ્વારા કુલ ૯ પ્રોહીબીશનના કેસો તથા જુગારનો ૧ કેસ, સલાયા મરીન દ્વારા કુલ ૨ પ્રોહીબીશનના કેસો, વાડીનાર મરીન દ્વારા ૪ પ્રોહીબીશનના કેસો તથા ૧ જુગારનો કેસ, દ્વારકા દ્વારા કુલ ૧૦ પ્રોહીબીશનના કેસો તથા ૧ જુગારનો કેસ શોધી કાઢવામાં આવેલ છે.(૧.૮)

(12:58 pm IST)