Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

કચ્છમાં ભચાઉ-રાપર પાલિકાની ૧૬ બેઠકો માટે મતદાનઃ ચુસ્ત બંદોબસ્ત

 ભુજ તા. ૧૭: કચ્છની બે શહેરોની નગરપાલિકાઓની ચુંટણીનું મતદાન આજે શરૂ થઇ ગયું છે.

પ્રારંભમાં ઠંડીની અસર તળે ધીમું મતદાન છે. જોકે, વહીવટી તંત્રએ પૂરજોશમાં તૈયારી પૂર્ણ કરી દીધી છે અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન થઇ રહ્યું છે. ભચાઉમાં વોર્ડ નં. ૧ થી ૭ નાં ર૮ ઉમેદવારો માટે ર૯ મતદાન બુથ ઉભા કરાયા છે.

જયારે શાપરમાં ર૮ બેઠકોમાંથી ૧ર બીનહરીફ થઇ છે. જેમાં ભાજપમાં સાત અને કોંગ્રેસને પ બેઠકો બીનહરીફ મળી છે. એટલે ૧૬ બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.  (૭.ર૪)

(12:06 pm IST)