Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

ટ્રેકટરે બાઇકને ઉલાળતાં સાયલાના મોરસના રબારી પ્રોૈઢ જહાભાઇનું મોત

રાજકોટ તા. ૧૭: સાયલાના મોરસર ગામે રહેતાં જહાભાઇ સોમાભાઇ ભાંગરા (ઉ.૫૨) નામના રબારી પ્રોૈઢનું ધાંધલપુર નજીક શાંતિનગર ગામ પાસે વાહન અકસ્માતમાં મોત નિપજ્યું છે.

જહાભાઇ ગઇકાલે બપોરે બાઇક હંકારી કામ સબબ સુદામડા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ચાર ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી રબારી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:04 pm IST)