Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

શ્રી હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતીમાં

વાંસદાના નવનિર્મિત રામ મંદિરમાં મંગળવારે શ્રીરામ અર્ચના પૂજા

રાજકોટ તા.૧૭: વાંસદા (જિ.નવસારી) ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં પ.પૂ.આદરણીયશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી હરિચરણદાસજી મહારાજની મંગલમય ઉપસ્થિતિમાં તા.૨૭, ફેબ્રુઆરી, મંગળવારે શ્રી રામ અર્ચના પૂજાનું આયોજન છે. શ્રી રામમંદિર, ગઢી ધર્મશાળા ખાતે સવારે ૮ થી  ૧ કરાયુ છે

રામઅર્ચનાના મુખ્ય યજમાન શ્રી કેતનભાઇ ત્રિભુવનભાઇ કોન્ટ્રાકટર, મુંબઇ છે. આ ધર્મયજ્ઞમાં સૌરાષ્ટ્ર-ગુજરાત તથા સમગ્ર દેશમાંથી પધારતા ગુરૂ ભાઇ-બહેનો માટે વાંસદા ખાતે મહાપ્રસાદ તથા રહેવાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

સમગ્ર આયોજનને સદગુરૂ સદન ટ્રસ્ટ (રાજકોટ), રામજી મંદિર ટ્રસ્ટ (ગોંડલ), સદગુરૂ સેવા સંઘ (ચિત્રકૂટ) સદગુરૂ સેવા સંઘ (અનંતપુર), રામધામ ટ્રસ્ટ (પુષ્કર), પતિત પાવનજી ભગવાન સેવા સમિતી (રાજકોટ) તથા સર્વે ગુરૂ ભાઇ-બહેનોએ શુભેચ્છા આપી છે. સૌ ધર્મપ્રેમીજનોને સહ પરીવાર પધારવા પૂ.સંતશ્રી રણછોડદાસજીબાપુ આંખની હોસ્પીટલસ, ધન્વંતરી ટ્રસ્ટ, વાંસદાના ડો.કિર્તિકુમાર વૈદ્ય (મો.૯૪૨૬૫ ૨૮૦૮૮), ફોન.નં. (૦૨૬૩૦)-૨૨૩૬૭૯)એ ભાવભિનું આમંત્રણ પાઠવ્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે માનવ ધર્મના મહાન પ્રણેતા પૂ.રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી સેવારત ધન્વંતરી ટ્રસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા-વાંસદા (દક્ષિણ ગુજરાત)ના આદિવાસી વિસ્તારોમાં નેત્રના રોગો માટે અનન્ય સેવા થઇ રહી છે. આજુબાજુનો વિસ્તાર જેવા કે સુરત, પારડી, વાપી અને બોરીવલીથી અનુભવી અને નિષ્ણાંત આંખના તબીબોની ટીમ અહીં ઓપરેશન તેમજ સેવા અર્થે આવે છે. ડો.ર્કિતીકુમાર એમ.વૈદ્ય-એમ.બી.બી.એસ-માનદ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ૧૧૦ બેડની વ્યવસ્થા ધરાવતી આ હોસ્પિટલમાં દરરોજ દક્ષિણ ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાંથી ગરીબ તેમજ જરૂરીયાતવાળા દર્દીઓ આંખની નિઃશુલ્ક સારવાર માટે આવે છે. પ્રતિદિન અનેકો જરૂરીયાતમંદ દર્દીઓમાંથી અંદાજે ૩૦ દર્દીઓને દરરોજ તપાસ્યા બાદ દાખલ કરવામાં આવે છે અને સારવાર કરવામાં આવે છે.

(11:55 am IST)