Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વેરાવળ-સુત્રાપાડા-તાલાલામાં વિજ દરોડાઃ૭૦ ટીમો ત્રાટકીઃ રર લાખની વિજ ચોરી ઝડપાઇ

વેરાવળ તા. ૧૯ :.. વેરાવળ-સુત્રાપાડા- તાલાલા વિસ્તારમાં વ્હેલી સવારે ગુજરાતભરની ૭૦ ટીમોએ  અનેક વિસ્તારમાં વિજ ચેકીંગ હાથ ધરેલ હતું જે સાંજે પ વાગ્યા  સુધી ચાલેલ હતું તેમાં રર લાખની વિજ ચોરી ઝડપાયેલ હતી. પીજીવીસીએલ.ના અધિકારીઓએ જણાવેલ હતું વડોદરા હેડ ઓફીસના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરના અધિકારીઓની ૭૦ ટીમો પોલીસ બંદોબસ્ત સાથે વ્હેલી સવારે ૬ વાગ્યાથી વેરાવળ, સુત્રાપાડા, તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં આ ટીમોએ વિજ ચેકીંગ ચાલુ કરેલ હતું. જે સાંજે પ વાગ્યા સુધી ચાલુ રહેલ હતું તેમાં ૧રપ૦ મીટરોનું ચેકીંગ હાથ ધરાયેલ હતું તેમાંથી ૧૯૦ માં ગેરરીતિ જણાતા રૂ. રરલાખ વિજ ચોરીના બીલો ફટકારેલ હતા તેમ જણાવેલ હતું બે દિવસમાં  ૪૩ લાખ ૩૯ હજારના વીજ ચોરીના બીલો ફટકારતા ફફડાટ વ્યાપેલ છે હજુ પણ આ વિજ ચેકીંગ ચાલુ રહેશે તેમ જણાવેલ હતું.

(3:14 pm IST)