Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જુનાગઢઃ પ્રભાવ ચેરી. ટ્રસ્ટ દ્વારા જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ

 જુનાગઢઃ શ્રીમતી ચેતનાબેન મિશ્રાણીના સીધા માર્ગદર્શન નીચે જરૂરીયાતમંદ સીનીયર સીટીઝનોને ઉતરાયણમાં પ૦ થી ૬૦ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. જેમાં પાંચ કીલો ઘઉં, ખીચડી, ચોખા, ચણાદાળ, ગોળ, ખાંડ, મમરાની થેલી તલ-મમરાનાં લાડુ, ગાઠીયા, બીસ્કીટ જેવી જીવનજરૂરી ચીજવસ્તુ તથા એક-એક સાડીનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમ મંગળાબેન જેન્તીલાલ ગણાત્રા, કાનાબારભાઇ, ડો.રામકૃષ્ણ સાહેબ, પંકજભાઇ પલાણ, ધીરેન્દ્રભાઇ ધ્રુવ, જયશ્રીબેન રૂધાણી, નીશાબેન બારાઇ, કનકબેન રૂપારેલીયા, પ્રફુલાબેન ઠકરાર વિગેરેના સહકારથી સફળ બનેલ હતો. કીટ વિતરણની તસ્વીર.

(11:25 am IST)