Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ધોરાજીમાં નવરાત્રિના બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ફરી એન્ટ્રી : ખેડૂતોમાં ચિંતા વધી

અચાનક વરસાદ આવતા મગફળી પણ કાળી પડી જાય તેવી ભીતિ

ધોરાજી: ધોરાજીમાં આજરોજ ભારે બફારા બાદ અચાનક બપોરે 2. 45 કલાકે ભારે વરસાદ શરૂ થતા સમગ્ર ધોરાજી પંથકમાં ઠંડક પ્રસરી હતી પરંતુ નવરાત્રિના બીજા દિવસે આ પ્રકારે વરસાદ આવતા લોકોમાં ચિંતા પણ ફેલાઈ ગઈ છે અને હાલમાં ખેડૂતો પણ પોતાની મગફળી બહાર કાઢી હોય અને અચાનક વરસાદ આવતા મગફળી પણ  કાળી પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે

  ધોરાજીમાં તેમજ આજુબાજુના પંથકમાં આજરોજ સવારથી ભારે બફારા બાદ હાલના સમયે અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો

  હાલમાં ખેડૂતો ની મગફળી બહાર કાઢેલી હોય અને અચાનક જ વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કાતો મગફળી કાળી પડી જશે અથવા તો તાત્કાલિક યોગ્ય જગ્યાએ લઈ જવા માટે પણ સમય ન રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે

  હાલમાં નવરાત્રિના સમયમાં ઠંડીનું વાતાવરણ હોય પરંતુ મેઘરાજા આ વિસ્તારનો પીછો છોડતા નથી એ પ્રકારે સિઝન કરતાં ડબલ વરસાદ થઇ ગયો હોવા છતાં પણ હજુ સુધી મેઘરાજાની સવારી ચાલુ રહી છે

(4:57 pm IST)
  • દમણ પ્રશાસને ગરબાની આપી મંજૂરી: ગરબા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર: મંજુરી બાદ દમણ માં થઈ શકશો ગરબા access_time 6:14 pm IST

  • બિહારમાં ભાજપને જેડીયુ કરતા વધુ સીટ મળે તો પણ મુખ્યમંત્રી નીતીશકુમાર જ બનશે : હોમ મિનિસ્ટર તથા ભાજપ પૂર્વ અધ્યક્ષ અમિત શાહની સ્પષ્ટતા access_time 8:06 pm IST

  • દેશમાં કોરોનાં કેસનો આંકડો 75 લાખને પાર પહોંચ્યો : રિકવર થનારની સંખ્યા 66 લાખથી વધુ :સાંજે 7 વાગ્યા સુધીમાં દેશના માત્ર કેટલાક રાજ્યોના કોરોનાં કેસના આંકડા જ ઉપલબ્ધ access_time 7:31 pm IST