Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગોંડલનો ભાતીગળ લોકમેળો સાંસદ રમેશભાઇ ધડુકના હસ્‍તે ખુલ્લો મુકાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિહજી હાઇસ્‍કૂલના મેદાનમાં યોજાયેલ પરંપરાગત લોકમેળાનુ વરસતા વરસાદ વચ્‍ચે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ઉદ્‌ઘાટન થયુ હતુ.સાત દિવસ વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે યોજાયેલ લોકમેળા ને સાંસદ ધડુકે ખુલ્લો મુક્‍યો હતો.આ વેળાએ નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,મેળાકમીટી ના ચંદુભાઇ ડાભી,યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,જીલ્લા ભાજપ ના ચેતનભાઇ રામાણી,અશોકભાઈ પીપળીયા, મામલતદાર નકુમ,મહંત રામદાસ બાપુ,મામાદેવ મંદિર ના લઘુમહંત મયુરબાપુ,મહંત સિતારામ બાપુ, નગર પાલીકાના સદસ્‍યો સહીત આગેવાનો અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

(12:15 pm IST)