Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

કયાસે કયા હોગયા!

કેશોદ ટેલિફોન એકસચેન્જમાં ૧૦ જોડાણની જગ્યાએ ૧ હજાર જોડાણ થઇ ગયા!

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૮ :.. સંદેશા વ્યવહાર ક્ષેત્રમાં પ્રવૃતિ રહેલી કાતિલ હરિફાઇ વચ્ચે કેશોદ ટેલીફોન એકસચેંન્જની માઠી બેઠી છે. સાત વરસ પહેલા આશરે દસ હજાર ટેલીફોન જોડાણ ધરાવતુ સ્થાનીક ટેલીફોન એકસચેન્જ અત્યારે  ઘટતા ઘટતા આશરે એક હજાર જોડાણે પહોંચી રહ્યું છે.

ભારત સંચાર નિગમ સંચાલિત સ્થાનિક ટેલીફોન એકસચેન્જના એક જવાબદાર નિવૃત કર્મચારીએ ખાનગીમાં જણાવ્યું હતું કે સાત વરસ પહેલા સ્થાનિક કેશોદ ટેલીફોન એકસચેન્જ નીચે આશરે દસ હજાર લેન્ડ લાઇન જોડાણો કાર્યરત હતા પરંતુ ત્યારબાદ મોબાઇલ ટેલિફોનનું આક્રમણ, મોબાઇલ ટેલીફોન કંપનીઓ વચ્ચેની કાતિલ હરિફાઇ અને ગ્રાહકોને જે તે કંપનીના સ્થાનિક એજન્ટો તરફથી અપાતી અલગ-અલગ સુવિધાઓના કારણે આ વિસ્તારમાં ખાનગી ટેલીફોન કંપનીઓએ અન્ય વિસ્તારોની સરખામણીમાં ઠીકઠીક પગ પેસારો કર્યા છે.

તેની સામે સરકારી નિયમોની મર્યાદામાં અને આપણે શું ની ભાવનાથી ચાલતા સ્થાનિક ટેલીફોન એકસચેન્જમાં ખાનગી ટેલીફોન કંપનીઓની સરખામણીમાં પૂર્વ પશ્ચિમ જેવી સ્થિતિ છે સ્થાનિક એકસચેન્જ તરફથી નિયમોની મર્યાદામાં રહીને જ સગવડતાઓ અથવા સેવાઓ આપી શકાય છે. એમાં પણ માત્ર પગાર ઉપર નજર રાખીને બેઠેલા કર્મચારીઓ ગ્રાહકોને જે સેવાઓ આપવાની ફરજીયાત છે તેવી સેવાઓ પણ મારે શુ લેવા દેવા ? કદીને પોતાની ફરજનો ઉલાળીયો કરે છે જેના સીધા પરિણામ રૂપે લેન્ડ લાઇનનો લખાવેલો સામાન્ય ફોલ્ટ પણ ૧પ-૧પ દિવસ સુધી કલીઅર થતો નથી અને આ અંગે જયારે ટેલિફોન ધારક પુછપરછ કરે તો દર વખત મુજબની સ્ટાફ નથી તમારો વારો આવશે ત્યારે રીપેર થઇ જશે. એવી કેસેટ અને એ પણ અતિ જવાબમાં સાંભળવા મળે છે.

લેન્ડ લાઇન ટેલિફોનની આ સ્થિતિના કારણે કેશોદમાં આવા જોડાણો ઘટતા ઘટતા અત્યારે આશરે એક હજારની સંખ્યા નજીક પહોંચી ગયા છે.

આ એક હજાર જોડાણમાં પણ મોટા ભાગના જોડાણો સરકારી ઓફીસના છે ખાનગી જોડાણો હવે બહુ ઓછા રહ્યા છે. જે સમયે કેશોદમાં મેન્યુઅલ એકસચેન્જ અર્થાત નંબર પ્લીઝ હતુ ત્યારના ૪૦-પ૦ વરસ જુના લેન્ડ લાઇન જોડાણો પણ માત્રને માત્ર સર્વિસના મુદા ઉપર કેન્સલ થઇ ગયા છે.

કેશોદ ટેલીફોન એકસચેન્જની આજની આ સ્થિતિ જાણી સ્હેજે એવુ કહેવાય જાય છે કે કયાસે કયા હોગયા નવ હજાર નવા જોડાણ થવાના બદલે નવ હજાર જોડાણો ઘટી ગયા !....

(11:42 am IST)