Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ખંભાળીયામાં મેઇન બજારમાં આડેધડ ઉભી રાખતા રેકડી ચાલકો સામે વેપારીઓની તંત્રને ફરિયાદ

 

 

ખંભાળીયા તા.૧૮ શહેરમાં મેઇન બજારમાં આડેધડ રીતે રૈકડીમાં ઉભી રખાતી હોય રાહદારીઓ, વાહનચાલકોને ખૂબ જ પરેશાની થતી હોય રેકડીઓ ઉભી ના રાખવા તથા વૈકલ્‍પિક જગ્‍યા ફાળવવા બાબતે આ વિભાગના દુકાનદારોએ નિંકુજભાઇ મહેન્‍દ્રકુમાર રાડીયાની આગેવાની હેઠળ રેવન્‍યુ તથા પોલીસ તંત્રને રજૂઆત કરી છે. તથા પાલિકાના સહયોગની આ કાર્ય કરવા જણાવ્‍યું છે તથા આ વેપાર વારંવાર લૂંટ તથા ચીલમંડપના બનાવો બનતા હોય સી.સી.ટી.વી. રાખવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

એકમો આ વેપારની બજારો સાંકડી તથા જૂના જમાનાની છે તેમાં રસ્‍તાની બન્ને તરફ રૈકડીઓ ઉભી રહેતા ખૂબ જ ગીચતા હોય વાહનો પણ નીકળી શકે નહીં તેવું થાય છે. તથા રોજ ટ્રાફીક જામની સ્‍થિતિ થતી હોય તુરંત યોગ્‍ય કરવા માંગણી પણ કરવામાં આવી હતી.

(1:32 pm IST)