Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સાવરકુંડલામાં દારૂ વેંચતા બે ઝડપાયા

 અમરેલી : સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સપેકટર ડી.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા ખોડી ગામ જવાના જુના રસ્‍તે વોચમાં રહેતા દારૂ મળી આવતા તથા મોબાઇલ ફોન નંગ-૨, કિં.રૂા. ૧૩,૦૦૦ તથા હિરો કંપનીનું સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ કિં. રૂા.૩૦,૦૦૦ મળી કુલ કિં. રૂા.૫૮,૦૦૦ મુદ્દામાલ સાથે (૧) તુષારભાઇ શંભુભાઇ પરમાર (ઉવ.૨૩) ધંધો હિરાકામ રહે. સાવરકુંડલા, બોધરીયાણી રોડ ખોડીના જુના રસ્‍તે તા. સાવરકુંડલા (૨) વિપુલભાઇ દેવશીભાઇ ચૌહાણ (ઉવ.૨૮) ધંધો હિરાકામ રહે ભાવનગર હાદાનગર શિવશકિત ૨ મહાકાળી માતાજીના મંદિર પાસેને ઝડપી લીધા હતા.

(1:29 pm IST)