Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જૂનાગઢના પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહિલની જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી

સતાધારના મહંત પૂ.વિજયબાપુ સહીતના સંતોના આશિર્વાદ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા. ૧૮ : સૌરાષ્‍ટ્રના કડીયા સમાજના રાહબર જૂનાગઢના પૂર્વ મેયર અને અગ્રણી બિલ્‍ડર્સ શ્રી ધીરૂભાઇ ગોહિલ જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં તેમને સતાધારના મહંત પૂ.વિજયબાપુ સહીતના સંતો આવકારી આશિર્વાદ આપેલ છે. તેમજ કડીયા સમાજના આગેવાનો ઇગલ એસ્‍ટેટ વાળા પ્રકાશભાઇ ચૌહાણ, પ્રદેશ ભાજપ બક્ષી મોરચાના ઉપાધ્‍યક્ષ જે.કે.ચાવડા,રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષણ રવજીભાઇ ટાંક, ઉપલેટાના પત્રકાર જગદીશભાઇ રાઠોડ, ઉપલેટા સમાજના પ્રમુખ પી.પી.ટાંક, જૂનાગઢ સમાજના મંત્રી દિનેશભાઇ કાચા, નાનજીભાઇ મારૂ, ભાલીયા સાહેબ સહીતના આગેવાનો ગામડાના સરપંચો વિગેરેએ આવકારી અભિનંદન આપેલ છે. (તસ્‍વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:36 am IST)